સુરત બંદોબસ્તમાં ગયેલા છોટાઉદેપુરના હોમગાર્ડસ જવાનોને સુવિધા નહી મળતાં કમાન્ડર સુધી ફરિયાદ

ગણેશ મહોત્સવ જેવા મહત્વના પર્વ પર કાયદો અને વ્યવસ્થા જાળવતા હોમગાર્ડ જવાનો ખુદ ’અવ્યવસ્થા’ના શિકાર બન્યા છે. છોટાઉદેપુર, જેતપુર-પાવી અને સંખેડાથી સુરતના સરથાણા બંદોબસ્તમાં ગયેલા ૫૦ જેટલા જવાનોને રાત્રે રોકાણ માટે દુકાનોના ઓટલાનો સહારા લેવો પડ્યો હતો.

રહેવા, જમવા કે ન્હાવા-ધોવા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેલા જવાનોની આ દયનીય સ્થિતિના ફોટો વાયરલ થતાં સમગ્ર તંત્રની લાપરવાહી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ગણેશ મહોત્સવના બંદોબસ્ત માટે સુરતના સરથાણા વિસ્તારમાં ગયેલા છોટાઉદેપુર, જેતપુર-પાવી અને સંખેડા યુનિટના હોમગાર્ડ જવાનોને કથિત અવ્યવસ્થાનો કડવો અનુભવ થયો હોવાની ફરિયાદ સામે આવી છે. ફરજ બજાવવા ગયેલા ૫૦ જવાનો માટે રહેવા-જમવા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ પૂરતી ન મળ્યાના આક્ષેપો થયા છે.

વાયરલ તસવીરોમાં કેટલાક જવાનો રસ્તા કિનારે અને દુકાનોના ઓટલા પર પાથરણાં પાથરીને આરામ કરતા જોવા મળે છે. ગાદલા-પથારીની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે આવી સ્થિતિ સર્જાઈ હોવાનો જવાનોનો આક્ષેપ છે.

સવારે ૧૦ વાગ્યા સુધી પાણીની રાહ જોવી પડી હતી. જવાનોના જણાવ્યા મુજબ પીવાનું પાણી મેળવવા માટે પણ મુશ્કેલી પડી હતી. ન્હાવા અને શૌચાલય માટે પાણીની સમસ્યા સર્જાઇ હતી.

બંદોબસ્ત માટે છોટા ઉદેપુર યુનિટ થી મોકલાયેલા ૫૦ જેટલા હોમ ગાર્ડ જવાનોની મૂળભૂત સુવિધાની જવાબદારી કોની? તેવો સવાલ ઉઠી રહ્યો છે. હોમગાર્ડ જવાનોની હાલાકી દર્શાવતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

બોકસ:

રહેવા,જમવા સહિત શૌચક્રિયાની સુવિધા પણ ઉપલબ્ધ ન હતી ગણેશ ચતુર્થીના બંદોબસ્ત માટે છોટાઉદેપુરથી ૫૦ હોમ ગાર્ડ જવાન છોટાઉદેપુર પાવીજેતપુર અને સંખેડા તાલુકા મથકેથી સુરતના સરથાણા વિસ્તારમાં ત્રણ દિવસ માટે ફરજ પર ગયા હતા. પરંતુ ત્યાં રાત્રે રહેવા- જમવા, પીવાનું પાણી અને શૌચાલય સહિતની કોઈ વ્યવસ્થા નહોતી . આ અંગે છોટાઉદેપુર હોમગાર્ડ કમાન્ડરને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. – ભારત રાઠવા, હોમગાર્ડ જવાન, છોટાઉદેપુર…

બોકસ:

આ અંગે સુરત કમિશનર કચેરીને જાણ કરવામાં આવી હતી બંદોબસ્ત માટે સુરત ગયેલા હોમગાર્ડ જવાનોની વ્યવસ્થા અંગેની બાબત ધ્યાન પર આવતા સુરત કમિશનર કચેરીને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જવાનોને રહેવા, જમવા સહિતની યોગ્ય વ્યવસ્થા ન મળ્યાની માહિતી સામે આવવી દુર્ભાગ્યપૂર્ણ છે. વ્યવસ્થા સુચા‚ રહે તે માટે સંબંધિત તંત્રને જ‚રી જાણ કરી કાર્યવાહી કરવા જણાવાયું હતું. – એન.એસ. પરમાર, હોમગાર્ડ કમાન્ડર, છોટાઉદેપુર…