સેવા મેરા યોગદાન અંતર્ગત દાહોદ જીલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બરે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પો યોજાશે

ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દાહોદ જીલ્લામાં સેવા મેરા યોગદાન રક્તદાન મહાદાન અંતર્ગત તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વિવિધ સ્થળોએ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

રક્તદાન માનવતાની મહાન સેવા છે. આપના દ્વારા કરવામાં આવેલું એક યુનિટ રક્ત કોઈ જ‚રિયાતમંદ દર્દી માટે જીવનરક્ષક બની શકે છે. સમાજના નાગરિકોને આ સેવાકીય અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરવામાં આવે છે.

રક્તદાન કેમ્પના સ્થળો અને સંપર્ક વિગતો:

ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ,સંપર્ક: ૭૫૬૭૮૯૫૧૩૯.

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઝાલોદ, સંપર્ક: ૯૮૨૪૭ ૩૭૮૭૧

જીવાંશુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, લીમડી, સંપર્ક: ૦૨૬૭૩ ૨૨૪૪૨૨

કિરણ બ્લડ સેન્ટર, સ્ટેશન રોડ, દાહોદ, સંપર્ક: ૯૮૨૫૩૨૧૨૧૨

ચારભુજા હોસ્પિટલ, ગોધરા રોડ, લીમખેડા, સંપર્ક: ૯૯૨૫૦ ૨૭૦૫૪

ટ્રુ કેર બ્લડ સેન્ટર, ૩મિફ્લોર, સ્ટાર એન્કલેવ, બ્રિજ ચાકલિયા ચોકડી, ગોધીરોડ, દાહોદ,સંપર્ક: ૭૦૯૬૭૯૪૫૦૮

ગુ‚કૃપા હોસ્પિટલ, ચૂંદડી રોડ, સિંગવડ, સંપર્ક: ૯૩૨૮૬૫૩૦૧૬ – સમય: સવારે ૯:૦૦ કલાકથી જીલ્લાના નાગરિકોને રક્તદાન કેમ્પમાં સહભાગી બની સેવા મેરા યોગદાન અભિયાનને જનભાગીદારીથી સફળ બનાવવા અપીલ કરવામાં આવે છે.
“રક્તદાન મહાદાન એક બુંદ માનવતાની, અનેક જીવનની આશા..