કવાંટમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું

છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કવાંટ ગામે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું. આ હોસ્પિટલ અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનશે. તેમાં 120 બેડની સુવિધા હશે.

આ પ્રસંગે ભાવીના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશા વર્કર બહેનોને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૩૮ વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડો. મુકેશભાઈ રાઠવા, જીલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, આરોગ્ય ચેરમેન ડો. વનીતા રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ તેજલબેન રાઠવા, જીલ્લા પંચાયત સભ્ય યશવંતભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા. આરોગ્ય સીડીએચઓ ડો. પાઉલવસાવા અને આસપાસના ગામોના સરપંચો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.