
સંખેડા પોલીસે ગોલા ગામડી ચોકડી પાસેથી વિદેશી દારૂ સાથે એક વ્યક્તિને પકડ્યો છે. પોલીસે ઇકો ગાડી અને મોબાઇલ સહિત કુલ 3.33 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ કાર્યવાહી 16 સપ્ટેમ્બર 2026 ના રોજ બપોરે 12:40 થી 1:40 વાગ્યાની વચ્ચે ગોલા ગામડી ચોકડી પર કરવામાં આવી હતી. પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી.પોલીસે બહાદરપુર તરફથી આવતી સફેદ રંગની મારૂતી સુઝુકી ઇકો ગાડીને રોકી હતી. તપાસ કરતા ગાડીની પાછળની સીટમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કાચ અને પ્લાસ્ટિકના કુલ 243 ક્વાર્ટર જપ્ત કરાયા હતા.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 243 નંગ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત 53,460 રૂપિયા છે. આ ઉપરાંત 2,50,000 રૂપિયાની ઇકો ગાડી અને 30,000 રૂપિયાનો એપલ આઇફોન 15 પણ જપ્ત કરાયો છે. કુલ મુદ્દામાલની કિંમત 3,33,460 રૂપિયા થાય છે.
પોલીસે આરોપી લાલસીંગ જંજાડીયાભાઈ કનેશને સ્થળ પરથી પકડી પાડ્યો હતો. તેની સામે પ્રોહીબિશન કલમ 65-A, E અને 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.