કાલોલ તાલુકાના દેલોલ ગામ મસ્જીદ ફળીયા જાખરીપુર રોડ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે ચોકકસ બાતમી આધારે નાકાબંધી કરી હતી. એસયુવી 500 કારને રોકી હતી અને કારમાં લઈ જવાતો ભારતીય બનાવટનો રૂા.7,56,400/-નો દારૂ ભરેલ એસયુવી કાર અને પાયલોટીગ કરતી ક્રેટા કાર મળી કુલ રૂા.22,76,400/- મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે ચાર ઈસમો મળી આવ્યા ન હતા. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવા પામી છે.
કાલોલ તાલુકાના દેલોલ ગામ મસ્જીદ ફળીયા જાખરીપુર રોડ ઉપર ચોકકસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન એસયુવી 500 કારને રોકી હતી અને એસયુવી કાર માંથી ભારતીય બનાવટનો દારૂની બોટલો તેમજ બીયરની બોટલો મળી કુલ નંગ-3782 કિંમત રૂા.7,56,400/-નો દારૂ ઝડપી પાડયો હતો. કેટા કાર માંથી પાયલોટીગ કરી લઈ જતા હોય તે કેટા કાર, મોબઈલ ફોન નંગ-4, આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ નંગ-4 મળી કુલ કિંમત 22,77,400/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી દરમિયાન આરોપીઓ સતિષકુમાર રયજીભાઇ રાઠોડ (રહે. ગોકળપુરા, તા.કાલોલ), રાજકુમાર ભલુભાઇ રાઠવા(રહે. ગોટા આમદા, તા. પાવીજેતપુર), વિનોદ દોલતભાઇ બારીયા (રહે. પાદોરા ગામ, તા. ધોધંબા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન ટીનભાઇ કારવાભાઇ રાઠવા, દારૂ મોકલનાર બે કારના માલિક તેમજ સુરેશભાઇ ઉર્ફે જાડો રયજીભાઇ રાઠોડ સ્થળ ઉપર મળી આવ્યા ન હતા. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવા પામી છે.