સીંગવડ તાલુકામાં સસ્તા અનાજનુ વિતરણ નહિ થતાં રેશનકાર્ડ ધારકોમાં રોષ

સીંગવડ તાલુકામાં ઓગસ્ટ મહિનો પુર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. છતાં સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ સહિતનો જથ્થો સમયસર વિતરણ ન થતાં ગ્રામ્ય વિસ્તારના રેશનકાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પુર્વે સરકાર દ્વારા ખાંડ, તેલ અને દાળનો જથથો ફાળવાયો હોવા છતાં તેનુ વિતરણ ન થતાં લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સીંગવડ તાલુકામાં આશરે ૩૧ જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. જેમાં અંદાજે ૨૪ હજાર રેશનકાર્ડ ધારકો નોંધાયેલા છે. ઓગસ્ટ મહિનાને ધ્યાનમાં રાખીને ધઉં, ચોખા અને ચણા, દાળ ઉપરાંત તહેવારને અનુલક્ષીને જથ્થો ફળવાતો હતો. પરંતુ મહિનો પુરો થવામાં માત્ર ૭ દિવસ બાકી છે ત્યારે સીંગવડ તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાંથી આ જથ્થાનુ વિતરણ શ‚ ન થતાં લાભાર્થીઓને બજારમાંથી મોંઘા ભાવે ખાંડ, તેલ અને અન્ય વસ્તુઓ ખરીદવાની ફરજ પડી રહી છે. રક્ષાબંધનનો તહેવાર નજીક હોવાથી સસ્તા અનાજના જથ્થાનુ સમયસર વિતરણ થાય તેવી રેશનકાર્ડ ધારકો દ્વારા માંગ ઉઠી છે.