કવાંટ તાલુકાના રાયસીંગપુરામાં પાંચ મહિનામાં ત્રીજો દિપડો પાંજરે પુરાયો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસીંગપુરા ગામમાં દિપડાના હુમલાથી લોકો ભયભીત થયા હતા. અગાઉ બે લોકોન મોત થયા બાદ વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા. છેલ્લા ૫ મહિનામાં ૩ દિપડા પકડાયા છે. જેનાથી ગ્રામજનો અને વન વિભાગે રાહત અનુભવી છે. કવાંટ તાલુકાના ડુંગરાળ અને ગાઢ જંગલ વિસ્તારથી ધેરાયેલા રાયસીંગપુરા ગામની આસપાસ વન્યપ્રાણીઓની દહેશત સતત વધી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં આ વિસ્તારમાંથી ત્રણ દિપડા પાંજરે પુરાતા સ્થાનિકોમાં એક તરફ ભય અને બીજી તરફ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામ અને આસપાસના વિસ્તારમાં દિપડાના હુમલામાં અગાઉ બે વ્યક્તિના મોત નીપજયાં હતા. આ ધટનાઓ બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરા ગોઠવાયા હતા. જેમાં અગાઉ બે દિપડા ઝડપાયા હતા. દરમિયાન રવિવારે વધુ એક ખુંખાર દિપડો પાંજરામાં કેદ થતાં ફોરેસ્ટ વિભાગે મોટી રાહત અનુભવી છે. ખેડુતો દિપડાની સતત અવર જવરથી વન્યપ્રાણીઓની ગતિવિધિઓ પર સતત નજર રાખી શકાય તેવી કાયમી ટેક્નિકલ અને માનવ સંસાધનની વ્યવસ્થા ઉભી કરવા માંગ કરાઈ છે.