કડાણાના કરવાઇમાં કરિયાણાની દુકાનમાં ખાતરનું ગેરકાયદે વેચાણ : બમણા ભાવ વસૂલી ઉઘાડી લૂંટ

દુકાનદાર ખેડૂતો પાસેથી ખાતરના વધુ નાણાં લેતો હોવાનો આક્ષેપ.,

એક તરફ સમગ્ર રાજ્યમાં ખેડૂતોને પાક સંભાળવા માટે સમયસર પૂરતું ખાતર મળતું નથી. અને ખાતર માટે ઠેર ઠેર ખેડૂતોની લાંબી લાઇનો લાગી રહી છે. ત્યારે કડાણા તાલુકાના છેવાડાના કરવાઈ ગામમાં ખેડૂતોની મજબૂરીનો બેફામ લાભ ઉઠાવીને કરીયાણાની દુકાનમાં કાળાબજારી થતી હોવાના વાયરલ વીડિયોએ ચકચાર મચાવી છે.

આ વાયરલ વીડિયોમાં કરવાઈ ચોકડી પર આવેલી એક કરિયાણાની દુકાનમાંથી નહીંમ શેઠ દ્વારા યુરીયા ખાતરનો ગેરકાયદેસર અને છડેચોક વેપાર ચલાવવામાં આવી રહ્યો હોવાનું જોવા મળે છે.

જેમાં યુરીયા ખાતરની સરકારી અને નિયત કિંમત આશરે ૨૭૦ ‚પિયા જેટલી હોય છે, પરંતુ આ દુકાનદાર નહીંમ શેઠ દ્વારા ખેડૂતો પાસેથી એક થેલીના ૪૮૦ ‚પિયા એટલે કે બમણા ભાવ વસૂલીને ખુલ્લેઆમ આર્થિક લૂંટ ચલાવવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલે સ્થાનિક સ્તરે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે ખેતીવાડીના પાક માટેનું યુરીયા ખાતર કોઈ અધિકૃત સહકારી મંડળી કે અધિકૃત એજન્સીના ગોડાઉનને મળતા નથી ત્યારે સામાન્ય કરિયાણાની દુકાનમાં જથ્થાબંધ ક્યાંથી અને કેવી રીતે પહોંચ્યું?

વહીવટી તંત્રની નજર હેઠળ આ પ્રકારે ગેરકાયદેસર વેચાણ થવું તે અનેક શંકાઓ ઉપજાવે છે. હાલના તબક્કે ડાંગરની ખેતી પૂરજોશમાં ચાલી રહી છે અને પાકને ખાતરની અનિવાર્ય જ‚રિયાત છે.

આ સમયે જ‚રિયાતના ટાણે ખાતર ન મળવાની કૃત્રિમ અછત ઊભી કરી, લાચાર ખેડૂતો પાસેથી બેફામ નાણાં ખંખેરવામાં આવી રહ્યા હતા ત્યારે લાગે છે કે એક મજબૂર ખેડૂત દ્વારા આ લૂંટ તંત્ર સામે લાવવા ખાતરના કાળાબજારનો પર્દાફાશ થાય તેવા આશ્રયે વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. હાલ આ વાયરલ વીડિયોએ તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉભા કર્યા છે.

કાળાબજારીનું નેટવર્ક અને જવાબદારી વગરનો વહીવટ સહકારી મંડળીઓને મળવાપાત્ર જથ્થો કરિયાણાની દુકાને પહોંચવો એ માત્ર એક વેપારીની હિંમત નથી, પરંતુ કાળાબજારીનું નેટવર્ક અને જવાબદારી વગરના વહીવટની મિલીભગત તરફ ઈશારો કરે છે. ત્યારે લાઈસન્સ વગર ખાતરનો સ્ટોક પૂરો પાડનાર મુખ્ય ડિસ્ટ્રિબ્યુટર કે એજન્સી સામે તપાસ થશે કે કેમ એ પણ હાલ એક વિષય છે.

નિયમ ભંગ દેખાશે તો કડક કાર્યવાહી કરાશે આ બાબતે અમનેમાહિતી મળી છે.વીડિયોમાં જે વિગતો છેતેને લઈ હાલ તાલુકાનાઅધિકારીને તપાસસોંપવામાં આવી છે. જોકોઈ નિયમભંગ દેખાશેતો કડક કાર્યવાહીકરવામાં આવશે.: – જે ડીપટેલ, નાયબ ખેતીનિયામક, મહીસાગર…

તંત્ર કાર્યવાહી કરશે કે પછી મૌન સેવી લેશે કડાણા તાલુકામાં ખાતરના કાળાબજારનો વીડિયો સામે આવતાં જ સરકારી નિયમોના લીરેલીરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. અમારા જેવા ખેડૂતોને ખાતર મળતું નથી અને કરિયાણાની દુકામાં બિન્દાસ ખાતરનુ વેચાણ થઇ રહ્યું છે. ખેતીવાડી વિભાગ અને સ્થાનિક તંત્ર આમની સામે કડક કાર્યવાહી કરશે કે પછી મૌન સેવીને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરશે.:- મહેશભાઈ ડામોર, ખેડૂત