બાલાસિનોરમાં નિ:શુલ્ક સ્વાસ્થ્ય નિદાન કેમ્પમાં ૧૦૦ થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો

બાલાસિનોર ખાતે શેલ્બી હોસ્પિટલ, નરોડા અને જે.સી.આઈ. બાલાસિનોરના સહયોગથી નિ:શુલ્ક સ્વાસ્થ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૦૦થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. આયોજનનો મુખ્ય હેતુ નાગરિકોના આરોગ્યની સંભાળ રાખવાનો હતો.

બાલાસિનોરના લાયન્સ ક્લબ હોલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વિશ્ર્વવિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. વિક્રમ શાહની ટીમમાંથી નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડો. ઈકરામ ખાન ઘાસુરા (સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન), ડો. અશિત ભોયર (ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જન), ડો. વિકાસ પટેલ (ન્યુરો ફિઝિશિયન), ડો. રાઘવેન્દ્ર કશ્યપ (સિનિયર ક્ધસલ્ટન્ટ યુરોલોજીસ્ટ) અને ડો. મનિષ ભાવસાર (જનરલ ફિઝિશિયન)નો સમાવેશ થાય છે.

આ તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને તેમને જ‚રી તબીબી માર્ગદર્શન પૂ‚ં પાડવામાં આવ્યું હતું. નાગરિકોને હાડકાં, સાંધા, કરોડરજ્જુ, ન્યુરોલોજી, યુરોલોજી તેમજ સામાન્ય આરોગ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓ અંગે નિષ્ણાત તબીબો પાસેથી પરામર્શ મેળવવાની તક મળી હતી.

આ સેવાકીય આયોજનમાં જે.સી.આઈ. બાલાસિનોરના પ્રમુખ જેસી અચલ રાવલ, સેક્રેટરી જેસી રોનક સાવલસા, વાઇસ પ્રેસિડેન્ટ જેસી રાજ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જેસી હેમ ચોક્સી તેમજ જેસી ક્ષિતિ સોની, જેસી અવિનાશ ગાંધી અને જેસી વિહાંગ રાવલ સહિતના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને જાણ કરવામાં આવી હતી કે સી.જી.એચ.એસ., આર.જી.એચ.એસ. અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. વધુમાં, હોસ્પિટલમાં કેથલેબ, ટી.પી.એ. અને મેડિક્લેમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.