સુરતના ઉન પાટિયા ખાતે નીતેશ નામના યુવકની હત્યા કરતાં સ્થાનિકોમાં ફફડાટ

શહેરના ઉન પાટિયા વિસ્તારમાં યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ઉન પાટિયાના યાયા નગર-બી વિસ્તારમાં કથિત દારૂના સ્ટેન્ડ પાસે નીતેશ નામના યુવકની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચંડાલ ચોકડી નજીક ગઈકાલે રાત્રે (મંગળવાર – ૧૮ ઓગસ્ટ) આશરે ૮થી ૯ વાગ્યાના સમયગાળા દરમિયાન આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, નીતેશ નામનો યુવક યાયા નગર-બી વિસ્તારમાં કથિત દારૂના સ્ટેન્ડ નજીક હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સો સાથે તેની માથાકૂટ થઈ હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નીતેશનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. હત્યાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસની સ્થિતિનો તાગ મેળવી તપાસ શરૂ કરી છે.

હત્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. મૃતક યુવકની કોની સાથે માથાકૂટ થઈ હતી અને હુમલાખોરો કેટલા હતા તે અંગે પોલીસ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હાલમાં નીતેશની હત્યા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. જૂની અદાવત, વ્યક્તિગત તકરાર કે અન્ય કોઈ કારણસર હત્યા કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા મૃતકના પરિચિતો તેમજ ઘટનાસ્થળની આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ઉન પાટિયા વિસ્તારમાં દારૂના સ્ટેન્ડ નજીક બનેલી આ હત્યાની ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ અનેક સવાલો ઊભા થયા છે. જાહેર વિસ્તારમાં આવી ગંભીર ઘટના બનતા લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા જાવા મળી રહી છે. પોલીસે હાલ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને હત્યા સાથે સંકળાયેલા શખ્સો સુધી પહોંચવા માટે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ અને હત્યા પાછળના કારણ અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો સામે આવવાની શક્્યતા છે. હાલ પોલીસની તપાસનો મુખ્ય ફોકસ હત્યાનું ચોક્કસ કારણ, હુમલામાં સામેલ આરોપીઓની ઓળખ અને ઘટનાક્રમ અંગેના સીસીટીવી તથા અન્ય પુરાવા એકત્ર કરવા પર છે