ધાનપુર તાલુકાના મોટી મલુ ગામે ગ્રામસભામાં તલાટી કમ મંત્રી રાજેશભાઈ ડામોર, ગામના આગેવાનો અને ગ્રામજનો હાજર હતા. બપોરના ૧૨ વાગ્યે વિકાસના કામોની ચર્ચા દરમિયાન બંને પક્ષ વચ્ચે તકરાર શ થઈ હતી. રામુભાઈ મેડાની ફરિયાદ મુજબ, દીપાભાઈ ભુરીયા, હકીમભાઈ ભુરીયા, કૈલેશભાઈ ભુરીયા અને મહેશભાઈ ભુરીયાએ ગાળો બોલી પંચાયતના મકાનનો દરવાજો બંધ કર્યો હતો. ત્યારબાદ કમલેશભાઈ શકરાભાઈ મેડાને માથાના ભાગે તથા જશુભાઈ અને રાજેશભાઈ મેડાને માર્યા હતા. ધટનાની જાણ ૧૧૨ ને કરાતા ઈજાગ્રસ્તોને ધાનપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બીજી તરફ ગામના મહિલા સરપંચ મનીશાબેન રાહુલભાઈ ભુરીયાએ નોંધાવેલી ફરિયાદમાં કમલેશભાઇ મેડા, રાકેશભાઈ મેડા, વિજયભાઇ મેડા અને જશુભાઈ મેડા એમ ચારેયે વિકાસના કામો અંગે હિસાબ માંગ્યો હતો. અને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગાળો બોલવાની ના પાડતા ધકકો મારતા મનીશાબે નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેમના સસરા દિપાભાઈને ગળામાં પકડી માર માર્યો હતો. તેમજ પુનાકોટાથી મોટરસાયકલ પર આવતા મનીશાબેનના કોઈ નનુબેન મોહનીયા તથા તેમના પુત્ર અજયભાઈને રસ્તામાં રોકી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી સામે માર્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે સમગ્ર ધટનાની તપાસ હાથ ધરી હતી.