બોડેલીના રણભૂન ગામે દીપડાને પાંજરે પુરતા ગ્રામજનોમાં હાશકારો

બોડેલીના રણભૂન ગામના માર ફળિયા વિસ્તારમાં ખેતર નજીકથી એક દીપડો પાંજરે પુરાયો છે. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્ર્વાસ લીધો છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવરથી ભયનો માહોલ હતો.

વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી આ દીપડાને પકડવા માટે પાંજરૂગોઠવવામાં આવ્યું હતું. આખરે દીપડો પાંજરે પુરાતા વન વિભાગની મહેનત સફળ રહી હતી.

રણભૂન સહિત આસપાસના ગામોમાં દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ હતો. ખેડૂતો અને ગ્રામજનો દીપડાના હુમલાના ડરથી સાવચેતી રાખી રહ્યા હતા.

જોકે, વિસ્તારમાં હજુ પણ અન્ય દીપડાઓ હોવાની શક્યતા વન વિભાગે વ્યક્ત કરી છે. જેને પગલે વન વિભાગ દ્વારા વધુ દીપડાઓને પકડવા માટે તજવીજ શ‚ કરવામાં આવી છે, જેથી ગ્રામજનો સંપૂર્ણપણે ભયમુક્ત બની શકે.