
આજરોજ બપોરના સમયે કાલોલ સ્થિત ‘ધી એમજીએસ હાઈસ્કૂલ’ દ્વારા એક ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ભાવના વધુ પ્રબળ બને તેવા શુભ આશય સાથે આ યાત્રા યોજવામાં આવી હતી. આ તિરંગા યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ (તિરંગો) લઈને ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સમગ્ર માર્ગ પર ભારત માતા કી.જે. અને દેશભક્તિના ગગનભેદી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું.
યાત્રાની શઆત ધી એમજીએસ હાઈસ્કૂલ, કાલોલ થી કરી સમાપન હાઉસિંગ સોસાયટી ખાતે કરવામાં આવ્યું. મુખ્ય આકર્ષણ: હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓનો દેશભક્તિના નારા સાથેનો ઉત્સાહ થકી હાઈસ્કૂલથી શ થઈને હાઉસિંગ સોસાયટી સુધી પહોંચેલી આ યાત્રાને સમગ્ર નગરજનોએ બિરદાવી હતી અને વિદ્યાર્થીઓના ઉત્સાહને વધાવ્યો હતો.