દાહોદ APMC ખાતે યુરિયા ખાતરની તંગી ખાતર મેળવવા મોડી રાતથી ખેડૂતોની લાંબી કતારો, ધરતીપુત્રોમાં ભારે રોષ

દાહોદ જીલ્લામાં ચોમાસાની વાવણી બાદ હાલ પાકને ખાતરની ભારે જ‚રિયાત છે, ત્યારે ખેતીવાડી માટે અત્યંત મહત્વના એવા યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. દાહોદ માર્કેટ ખાતે આવેલા ખાતર ડેપો પર યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે.મોડી રાતથી લાઈનો અને ધરમ ધક્કા ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા ખેડૂતો ખાતર મેળવવાની આશાએ મોડી રાતથી જ માર્કેટ ખાતે આવીને કતારો લગાવીને બેસી જાય છે. તેમ છતાં ઘણા ખેડૂતો ને દિવસના અંતે ખાતર મળતું નથી. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, કેટલાક ધરતીપુત્રો છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી. અમે મોડી રાતના આવીને લાઈન માં ઉભા રહીએ છીએ, છતાં ખાતર મળતું નથી. ખેતરમાં વાવેતર કરેલા પાકને સમયસર ખાતર નહીં

મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતોની મુખ્ય માગણીઓ: સમયસર ખાતરનો પુરવઠો: પાકની જ‚રિયાત મુજબ સમયસર અને પૂરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. વિતરણ વ્યવસ્થામાં સુધારો: લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવુંન પડે તે માટે ડેપો પર ખાતર વિતરણની યોગ્ય અને ઝડપી વ્યવસ્થા ગોઠવાય.

ખાતરની કૃત્રિમ અછત ઊભી ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક વિજીલન્સ રાખવામાં આવે. હાલમાં યુરિયાની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો ફાળવીને આ સમસ્યાની વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી તમામ ખેડૂતો એકસૂરે માંગ કરી રહ્યા છે.