દાહોદ જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ દાહોદમાં યોજાનાર ૧૫ મી ઓગસ્ટ તેમજ તિરંગા યાત્રા અંગે પણ અપાયા સૂચનો.

દાહોદ જીલ્લા કલેક્ટર કચેરી, સભાખંડ હોલ ખાતે જીલ્લા કલેકટર સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જે દરમ્યાન સંબંધિત વિભાગોના કેસોનો ઝડપથી નિકાલ લાવવા માટે સૂચના અપાઈ હતી. આ બેઠકની શ‚આતમાં નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ દ્વારા આવનાર દિવસોમાં યોજનાર ૧૫ મી ઓગસ્ટ અને તિરંગા યાત્રાના સુચા‚ આયોજન અંગે અમલીકરણ સૌ અધિકારી ઓને માર્ગદર્શન આપવા સહિત સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ શ‚ થયેલ સંકલન બેઠક દરમ્યાન વિવિધ વિભાગોના અધિકારી ઓ દ્વારા પીપીટી થકી વિભાગીય વિગતો તેમજ વિભાગ અંગે સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જીલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ, ધાર્મિક દબાણ, જીલ્લા પુરવઠા, ફૂડ એન્ડ ડ્રગ્સ, તકેદારી મૌનીટરીંગ સમિતિ, રોડ સેફટી કમિટી, એસીબી તરફથી રજૂ થતા કેસોની દ્વારા કરવામાં આવતી કામગીરી કલેકટર દ્વારા સમીક્ષા જેવા વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમ્યાન જીલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, નિવાસી=અધિક કલેકટર જે.એમ.રાવલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, નાયબ પોલીસ અધિક્ષકો, નાયબ વન સંરક્ષકો, પ્રાંત અધિકારીઓ સહિત સંકલનના તમામ અમલીકરણ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.