દેવગઢ બારીયાના દેવનીયા ગામે એસટી સ્ટેન્ડની બાજુમાં રોડ પર સાગટાળા પોલીસનો સપાટો

રૂપિયા ૪.૩૫ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ સાથે બોલેરો ફોરવીલ ગાડી પકડી રૂપિયા ૮,૯૦,૫૦૪/-ના મુદ્દામાલ સાથે બોલેરો ગાડીના ચાલકની અટકાયત કરી.

પ્રોહી અંગેની મળેલ બાતમીને આધારે સાગટાળા પોલીસે દેવગઢબારિયા તાલુકાના સેવનિયા ગામે એસટી સ્ટેન્ડની બાજુમાં રોડ પર ગોઠવેલ વોચ દરમિયાન રૂપિયા ૪૩૫ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દા‚ની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-૯૭સાથે બોલેરો ગાડી પકડી પાડી રૂપિયા ૫૦૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોન તથા સદર દા‚ની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૪,૫૦,૦૦૦/-ની કિંમતની બોલેરો ફોરવીલ ગાડી મળી ૮,૯૦,૫૦૪/-ના મુદ્દામાલ સાથે ફોરવીલ ગાડીના ચાલકની અટકાયત કરી ગાડીના ચાલક સહિત કુલ પાંચ જણા વિરૂદ્ધ ગુનો નોંધાયાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર પ્રોહિબિશન અંગેની પોતાને મળેલ બાતમીને આધારે સાગટાળા પોલીસે ગઈકાલે સવારે સાડા અગિયારેક વાગ્યાના સુમારે સાગતાળા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સેવાનીયા ગામે એસટી બસ સ્ટેન્ડની બાજુમાં રોડ પર જ‚રી વોચ ગોઠવી હતી, તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ બોલેરો ગાડી નજીક આવતા જ પોલીસે તે ગાડીને ચારે બાજુથી ઘેરી લઈ રોડની સાઈડમાં ઉભી રખાવી ગાડીની તલાસી લઈ ગાડી માંથીરૂપિયા ૪,૩૫,૫૦૪/ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દા‚ની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-૬૭ માં ભરેલ કુલ બોટલ નંગ-૨૭૮૪ પકડી પાડી બોલેરો ગાડીના ચાલક દેવગઢબારિયા તાલુકાના ‚પારેલ ગામના પટેલ ફળિયામાં રહેતા અક્ષયકુમાર બાબુલાલ રાઠવાની અટકાયત કરી તેની અંગ ઝડતી લઈ ‚પિયા ૫૦૦૦/-ની કિંમતનો મોબાઈલ ફોન નંગ-૧ પકડી પાડી સદર દા‚ની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ‚પિયા ૪,૫૦,૦૦૦/-ની કિંમતની બોલેરો ફોરવીલ ગાડી મળી ‚પિયા ૮,૯૦,૫૦૪/-નો મુદ્દામાલ કબજે લઈ સઘન પૂછપરછ બાદ પોલીસે ગાડીના ચાલક અક્ષયકુમાર બાબુલાલ રાઠવા, ગાડીના માલિક! છોટા ઉદયપુર તાલુકાના સિંગળાજા ગામના સુરેશભાઈ કાળુભાઈ રાઠવા, બોલેરો ગાડીનું પાયલટિંગ કરનાર દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામના સુરેશભાઈ!ભાવસિંગભાઈ સુથાર તેમજ દા‚નો મુદ્દામાલ મંગાવનાર છોટાઉદેપુર જીલ્લાના મીઠીબોર ગામના કંદાભાઈ અશ્ર્વિનભાઈ રાઠવા, તથા દેવગઢ બારીયાના ફુલપુરા ગામના કાળુભાઈ રતનભાઈ વડળ વિ‚દ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી બાકીનાઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.