દાહોદ જિલ્લામાં ચોમાસાએ ફરી જોર પકડતા વરસાદી માહોલ જામ્યો છે. ૧૨ ઓગસ્ટના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં સરેરાશ ૨૯ મી.મી.વરસાદ નોંધાયો છે. ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ ૩૩૬.૫૫ મી.મી.વરસાદ થયો છે.
ગત વર્ષના સમાન સમયગાળામાં સરેરાશ ૩૦૯.૧૪ મી.મી.વરસાદ નોંધાયો હતો. આમ ચાલુ વર્ષે ૨૭.૪૧ મી.મી.વધુ વરસાદ થયો છે. જે આશરે ૮.૯ ટકાનો વધારો છે. ચાલુ સીઝનમાં ગરબાડામાં-૪૧૬, સંજેલીમાં ૪૦૪, લીમખેડામાં-૪૧૭, અને દાહોદ તાલુકામાં ૩૯૪ વરસાદ નોંધાયો છે. દે.બારીઆ-૩૩૯, ફતેપુરા-૩૨૩, ઝાલોદ-૨૬૧, ધાનપુર-૨૬૮, સીંગવડ-૨૮૧, લીમડી-૨૯૪, અને સુખસરમાં ૩૦૫ મી.મી.વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગોવિંદ ગુ લીમડીમાં-૪૯, સુખસરમાં-૪૭, અને દાહોદ તાલુકામાં ૪૦ મી.મી.નોંધાયો છે. ગરબાડામાં-૩૬, સંજેલી-૩૫, સીંગવડ-૨૯, લીમખેડા-૨૨, અને ઝાલોદમાં ૨૧ મી.મી.વરસાદ પડડ્યો છે. વરસાદની સક્રિયતા સાથે ડેમોમાં પાણીની આવક વધી છે. ઉપલબ્ધ દૈનિક અહેવાલ મુજબ ઉમરીયા ડેમમાં ૫૧૦ મી.મી., વાંકલેશ્ર્વર-૪૬૫, કબુરતરી-૩૯૫, અદલવાડા-૩૩૪, પાટાડુંગરી-૨૩૦ અને માછણનાળામાં-૧૯૧ મી.મી.વરસાદ નોંધાયો છે. સંગ્રહની સ્થિતિમાં વાંકલેશ્ર્વર ૬૮ ટકા સાથે મોખરે છે. ઉમરીયા-૬૪ ટકા, અદલવાડા-૬૨ ટકા અને કબુતરી ૫૯ ટકા જળસંગ્રહ થયો છે. સતત પાણીની આવકથી આગામી દિવસોમાં સિંચાઈ તથા પીવાના પાણી માટે રાહત મળશે.