રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ જુની પેન્શન યોજના લાગુ કરવા દિવાસાના દિવસે લુણેશ્ર્વર દાદાને પ્રાર્થના કરી

રાજસ્થાન સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓના હિતમાં જુની પેન્શન યોજના પુન: લાગુ કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ હવે ગુજરાતમાં પણ આ યોજના શરૂ કરવાની માંગણીએ જોર પકડ્યુ છે.

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરાયેલી લેખિત રજુઆતના સમર્થનમાં લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સોશિયલ મીડિયા આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. આ સોશિલય મીડિયા ઝુુંબેશ દ્વારા શિક્ષકો સરકારની નવી પેન્શન યોજનાની અનિશ્ર્ચિતતાઓ અને બજારના જોખમોથી વાકેફ કરી રહ્યા છે. શિક્ષક સંઘનુ માનવુ છે કે, સરકારી સેવામાં જીવનના સો વર્ષો આપનાર કર્મચારીને નિવૃત્તિ બાદ સામાજિક અને આર્થિક સુરક્ષા મળવી અનિવાર્ય છે. માત્ર ઓપીએસ જ નિવૃત્ત કર્મચારી અને તેના પરિવારને દિર્ધકાલિન આર્થિક સ્થિતિ પુરી પાડી શકે છે. જેનાથી કર્મચારીઓના મનોબળ અને સરકાર પ્રત્યેનો વિશ્ર્વાસ વધુ મજબુત થશે. આ અંદોલનને આધ્યાત્મિક બળ પુરૂ પાડવા માટે લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દિવાસાના તહેવાર નિમિત્તે તાલુકાના શિક્ષો લુણાવાડા સ્થિત લુણેશ્ર્વર દાદાના મંદિરે એકઠા થશે અને આ આંદોલનની સફળતા તથા સરકાર શિક્ષકોના હિતમાં સત્વરે હકારાત્મક નિર્ણય લે તે માટે દાદાના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરશે.