સંતરામપુર નગર પાલિકાના ફિલ્ટર વોટરના દાવાઓનો ફુગ્ગો ફૂટ્યો : શિકારી ફળિયામાં ૮ દિવસે આપેલું પાણી પીવા લાયક કે રોગચાળો નોતરવા લાયક?

માટીના ભરમાર અને દુર્ગંધયુક્ત દૂષિત પાણીથી પ્રજામાં ભારે આક્રોશ; કરોડોના ખર્ચ પછી પણ પાલિકાની સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ!

એક તરફ સંતરામપુર નગરપાલિકા પ્રજાને શુદ્ધ અને ફિલ્ટર યુક્ત પાણી આપવાના કરોડો ‚પિયાના ખર્ચે મોટા-મોટા દાવાઓ કરે છે, તો બીજી તરફ વાસ્તવિકતા તદ્દન ઊંધી અને આરોગ્ય માટે અતિ ખતરનાક ચિત્ર રજૂ કરી રહી છે.

સંતરામપુર નગરના શિકારી ફળિયા વિસ્તારમાં સળંગ ૮-૮ દિવસના લાંબા રાહ જોયા બાદ આજે જ્યારે નળમાં પાણી આપવામાં આવ્યું, ત્યારે પ્રજા ચોંકી ઉઠી હતી. પાણી શ‚ થતાં જ નળમાંથી શુદ્ધ પાણીના બદલે માટીના ભરમાર સાથે તીવ્ર દુર્ગંધ મારતું અતિ દૂષિત પાણી વહેવા લાગ્યું હતું. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ પાણી પીવું તો દૂર, વાપરવા લાયક પણ નથી! પાલિકાના આ કાદવ-કચરા જેવા પાણીને જોઈને સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ સાથે પાણી ભરવાનું જ બંધ કરી દીધું હતું.

રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ?

આટલી ગંભીર બેદરકારી દાખવતા પહેલા પાલિકા તંત્રએ જરાય વિચાર ન કર્યો? જો આ દૂષિત અને ગંદુ પાણી ભૂલથી પણ કોઈ નાગરિક કે બાળક પી જાય અને ગંભીર બીમારીનો ભોગ બને, તો એની જવાબદારી કોની? પ્રજાના આરોગ્ય સાથે આ ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.

મુખ્ય પ્રશ્નો અને આક્રોશ:

કરોડોનો ખર્ચ એળે ગયો: ફિલ્ટર પ્લાન્ટ અને શુદ્ધ પાણીના નામે કરોડો ‚પિયાનો ધુમાડો કરતી નગરપાલિકા નાગરિકોને એક ઘૂંટડો શુદ્ધ પાણી આપવામાં પણ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે.

જો પીવાનું પાણી ન આપી શકે, તો અપેક્ષા શેની રાખવી?: પ્રાથમિક જ‚રિયાત એવું પીવાનું પાણી આપવામાં જ જો નગરપાલિકા નિષ્ફળ હોય, તો બીજી કઈ સુવિધાની અપેક્ષા રાખવી?

તંત્ર ઊંઘમાં: આટલી બધી બેદરકારી છતાં પાલિકાના શાસકો અને અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે.

કલેક્ટર અને જીલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક પગલાં લે!

​સ્થાનિક રહીશોની માંગ છે કે રાજ્ય સરકાર, કલેક્ટરશ્રી તથા જિલ્લા વહીવટી તંત્ર આ બાબતને અત્યંત ગંભીરતાથી લે. પાલિકાની આખી નિષ્ફળ સિસ્ટમ સામે કડકમાં કડક તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે. જો તાત્કાલિક ધોરણે શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો સ્થાનિક પ્રજા પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. વારંવાર રજૂઆત કરીને આઠ દિવસે પાણી આપ્યું તો આ પાણી અત્યારે પણ પીવા લાયક નથી નગરપાલિકા પાણી નહીં પણ અમારી મુશ્કરીએ કહી રહી છે રમેશ પંચાલ સંતરામપુર સ્થાનિક રહીશ