નસવાડી નજીક કલેડીયા અને ચામેઠા રોડ પર સ્કુટર સળગતા ટ્રાફિક જામ

નસવાડી તાલુકાના કલેડીયા અને ચામેઠા ગામ વચ્ચે એક દુર્ધટના બની હતી. જયાં એક સ્કુટર અચાનક સળગી ઉઠતા રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સદ્નાસીબે સ્કુટર ચાલક અને તેમના પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો.

ચામેઠા ગામના રહેવાસી ઈમરાનખાન મકબુલ સુફી કલેડીયા ખાતે બેંકના કામ અર્થે પોતાના સ્કુટર પર નીકળ્યા હતા. તે સમયે માર્ગ વચ્ચે તેમના સ્કુટરમાં અચાનક ઝટકા મારવાનુ શ‚ થયુ અને તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ઈમરાનખાને તાત્કાલિક સ્કુટરને રોડની બાજુમાં ઉભું કરી તેની ડીકી ખોલી હતી. જે દરમિયાન અચાનક ભડકો થયો હતો. અને સ્કુટર આગની લપેટમાં આવી ગયુ હતુ. આગની જવાળાઓ ફેલાતા રોડ પરથી પસાર થતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. થોડા સમય માટે વાહન વ્યવહાર સંપુર્ણપણે થંભી ગયો હતો. આસપાસ પાણીની વ્યવસ્થા ન હોવાથી આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો. અને જોતજોતામાં સ્કુટર સંપુર્ણપણે બળીને ખાખ થઈ ગયુ હતુ. ઈમરાન ખાને જણાવ્યુ હતુ કે, આગ લાગવાનુ પ્રાથમિક કારણ સ્કુટરમાં શોર્ટસર્કિટ હોવાના કારણે જણાવ્યુ છે.