સવાડીના કાળીડોળી ગામમાં કોતરના પાણી ઘૂસ્યા

છોટા ઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકામાં ભારે વરસાદને કારણે કાળીડોળી ગામના અમદાવાદી ફળિયામાં કોતરના પાણી ઘૂસી ગયા હતા. આના કારણે ફળિયામાં નદી જેવો માહોલ સર્જાયો હતો.

જીલ્લામાં રાત્રી દરમિયાન પડેલા મુશળધાર વરસાદને પગલે નદી-નાળામાં પૂર આવ્યા હતા. નસવાડી તાલુકાના કાળીડોળી ગામમાંથી પસાર થતા કોતરમાં પણ ઘોડાપૂર આવ્યા હતા. કોતરમાં આવેલા આ પૂરના પાણી અમદાવાદી ફળિયામાં પ્રવેશી ગયા હતા, જેના પરિણામે સમગ્ર ફળિયું પાણીથી ભરાઈ ગયું હતું. સ્થાનિક લોકો ફળિયામાં ભરાયેલા પાણીમાં જોવા મળ્યા હતા.