હાલોલ ચંદ્રાપુરા જીઆઈડીસી૧/બી/૫૦૫/૪ માં વડોદરાથી ૧૦ ટન પેરાફીન વેકસ રૂ.૧૮.૩૯ લાખનો માલ મંગાવી નાણાં નહી આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ

હાલોલ ચંદ્રાપુરા જી.આઈ.ડી.સી.૧/બી/૫૦૫/૪ ખાતે હર્ષ એન્ટરપ્રાઈઝ નામથી ફરિયાદી પાસેથી ૧૦ ટન જેટલા પેરાફીન વેકસ (મીમ)ના માલ લઈ ફર્યિાદીને વિશ્ર્વાસમાં લેવા માટે જી.એસ.ટી.સર્ટીફિકેટ, પાનકાર્ડ મોકલી આપેલ હતી અને ઈસમોએ ચંદ્રાપુરા ખાતે માલ ખાલી કરાવ્યો હતો. બાદમાં રૂ.૧૮,૩૯,૯૭૪/- ચુકવવા માટે ગલ્લાતલ્લા કરી માલ સગેવગે કરી વિશ્ર્વાસધાત છેતરપિંડી કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.

હાલોલ ચંદ્રાપુરા જી.આઈ.ડી.સી.૧/બી/૫૦૫/૪ ખાતે હર્ષ એન્ટરપ્રાઈઝ નામથી આરોપીઓ હર્ષદ ચંદુલાલ વણકર, ચિરાયુ આચાર્ય, દિપક વણકર એ વડોદરા વસંત વિહાર ભાયલી, વાસણા ખાતે રહેતા નિખીલ સંજયકુમાર લાડીયાને મોબાઈલ ફોન ૮૪૬૯૬૪૧૦૩૭થી સંપર્ક કયો હતો અને ૧૦ ટન જેટલો પેરાફીન વેકસ (મીમ) માલ મંગાવ્યો હતો અને ફરિયાદી નિખીલ લાડીયાને વિશ્ર્વાસમાં લેવા માટે જી.એસ.ટી. સર્ટીફિકેટ, પાનકાર્ડની નકલ, આઈ.સી. સર્ટીફિકેટ (ઈનપોર્ટ અને એકસપોર્ટ) મોકલી આપે હતું. કં૫નીએ ૧૦ ટન પેરાફીન વેકસના માલ કિંમત રૂ.૧૮,૩૯,૯૭૪/- કાલોલ સરનામે મોકલાવેલ પરંતુ આરોપીએ ડ્રાઈવરને મોબાઈલ પર લોકેશન મોકલીને ચંદ્રાપુરા જી.આઈ.ડી.સી. ખાતે ખાલી કરેલ હોય ત્યારબાદ માલના ‚પીયા આપવામાં ગલ્લાતલ્લા કરી ૧૦ ટન જેટલા પેરાફીન વેકસના રૂ.૧૩૯,૯૭૪/-નો માલ સગેવગે કરી ફરિયાદીને નાણાં નહી ચુકવી વિશ્ર્વાસધાત છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંઘવા પામી છે.

પંચમહાલ જીલ્લામાં સવારે ૬ થી સાંજ વાગ્યા સુધી નોંધાયેલ વરસાદના આંકડા

શહેરા-૦૦ મી.મી.

મોરવા(હ) – ૧૨ મી.મી.

ગોધરા- ૨૨ મી.મી.

કાલોલ- ૬૧ મી.મી.

ધોધંબા-૪૫ મી.મી.

હાલોલ-૪૦ મી.મી.

જાંબુધોડા-૫.૨૦ ઈંચ