કવાંટ નીલકંઠેશ્વર મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી:અવધૂત પરિવારે પૂજન અને ભોજન પ્રસાદીનું આયોજન કર્યું

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં આવેલા પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. મંદિરમાં રંગ અવધૂત મહારાજનું મંદિર પણ આવેલું છે, જ્યાં કવાંટ અવધૂત પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે પોર ગામથી પધારેલા આશુતોષ મહારાજ દ્વારા ગુરુ મહારાજનું પૂજન કરાવવામાં આવ્યું હતું. નાના બાળકોએ પણ પૂજનમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી.

પૂજન બાદ સાંજે કવાંટ અવધૂત પરિવાર દ્વારા ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમા મહર્ષિ વેદવ્યાસના જન્મદિવસે ઉજવવામાં આવે છે, જે ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વને દર્શાવે છે.