એક જીલ્લો, એક મેરેથોનના સંકલ્પ સાથે ૧૩ ડિસેમ્બરે છોટાઉદેપુરમાં ભવ્ય મેરેથોન.
છોટાઉદેપુર જીલ્લામાં ખેલકૂદ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગકતા કેળવવાના આશયથી દોડ ૨.૦ – છોટાઉદેપુર મેરેથોનનું ભવ્ય આયોજન કરાયું છે.
આ કાર્યક્રમની જાહેરાત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ કવાંટ તાલુકાના કડીપાણી જીએમડીસી ખાતેથી કરી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રમત-ગમત એ માત્ર શારીરિક સુદ્રઢતા માટે જ નહીં, પરંતુ એકતા અને સમુદાયની ભાવના મજબૂત કરવા માટેનું ઉત્તમ માધ્યમ છે. એક જીલ્લો, એક ભાવના, એક મેરેથોનના સંકલ્પ સાથે આયોજીત આ મેરેથોન છોટાઉદેપુરના યુવાનો અને નાગરિકોમાં એક નવો ઉત્સાહ પૂરો પાડશે.
આગામી ૧૩ ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જીલ્લાની આ સૌથી મોટી ઇવેન્ટ બની રહેશે. આ દોડમાં તમામ વયજૂથના લોકો ભાગ લઈ શકે તે માટે મુખ્ય ૫ કેટેગરીઓ રખાઇ છે.
જેમાં ૧ કિમી કિડ્સ રન (છોકરાઓ- છોકરીઓ માટે), ૫ કિમી ફન રન (પુષ- મહિલાઓ માટે), ૧૦ કિમી ચેલેન્જ (પુષ- મહિલાઓ માટે), ૨૧ કિમી હાફ મેરેથોન (પુષ- મહિલાઓ માટે), ૪૨ કિમી ફુલ મેરેથોન (પુષ- મહિલાઓ માટે)ને આયોજન કરાયું છે. દોડ ૨.૦ – છોટાઉદેપુર મેરેથોન અંતર્ગત આગામી દિવસોમાં વિવિધ ઇવેન્ટોનું પણ આયોજન કરાશે.