અકસ્માત કે શારિરીક ખામી જીવનમાં કયારેય અવરોધ બની શકે નહિ. જો મનમાં મકકમ હિંમત હોય. આ વાતને સાચી ઠેરવી છે. પંચમહાલ જિલ્લાના ત્રણ યુવાઓને જેમણે એક હાથ ન હોવા છતાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ક્રિકેટના મેદાનમાં પોતાનુ કોૈૈવત બતાવી સોૈને આશ્ર્ચર્યચક્તિ કરી દીધા હતા.
ગોધરા ખાતેના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે યોજાયેલ અસ્થિ વિષયક ખામી સ્પેશિયલ ખેલ મહાકુંભ-2025માં આ ત્રણેય યુવાઓને ઉત્સાહભેર ભાગ લીધો હતો. બોલિંગ હોય કે બેટિંગ આ યુવાનો એક હાથે અદ્ભુત કરતબ બતાવે છે. જે જોઈને સામાન્ય વ્યક્તિ પણ દંગ રહી જાય. નટવરસિંહ પટેલ (ગામ-સાંપા)અને પ્રકાશકુમાર સોલંકી વિક્રમસિંહ(ગામ-હમીરપુર પીંગડી)એ અકસ્માતમાં પોતાનો હાથ ગુમાવ્યો છે. જયારે રમેશભાઈ પટેલ(ગામ ઝેરા-છારીયા, ગોધરા)હાથની ખામીથી દિવ્યાંગ છે. જોકે આ ત્રણેય માટે તેમનો એક હાથ જ આત્મવિશ્ર્વાસનુ સોૈથી મોટુ શસ્ત્ર છે.છેલ્લા ધણા વર્ષોથી આ યુવાનો ક્કિેટ રમી રહ્યા છે.અમદાવાદ, વડોદરા, સહિત અન્યશહેરોમાં યોજવામાં આવતી દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પણ નિયમિત રીતે ભાગ લેવા જાય છે. સ્પેશિયલ ખેલ મહાકુંભમાં તેમને જોશ અને પ્રદર્શનને જોઈ અન્ય ખેલાડીઓ અને દર્શકો દ્વારા પણ તેમને બિરદાવવામાં આવ્યા હતા. આ ત્રણેય યુવાનો દ્વારા સાબિત કરી દેવામાં આવ્યુ છે કે, ખામી નહિ, પરંતુ ખેલ ભાવના જ મહત્વની છે. તેમની આ કહાની અને હિંમત હજારો લોકો માટે પ્રેરણારૂપ બની હતી.