નસવાડી જુથ ગ્રામ પંચાયતના બાકી રૂ.૧ કરોડના વેરા વસુલવા તરત કાર્યવાહી હાથ ધરાશે

નસવાડીની જુથ ગ્રામ પંચાયતના બાકી ૧ કરોડથી વધુ વેરા વસુલાતને લઈ નસવાડી તાલુકા મદદનીશ અધિકારીએ ગ્રામ પંચાયત સરપંચ, તલાટી, સદસ્યો સાથે બેઠક કરી બને તેટલો વેરો વસુલવા કડક સુચના આપી છે.

નસવાડી ટાઉનના ૧૨ વોર્ડમાં રહેતા લોકો પાસેથી વેરા વસુલવા બાબતે નસવાડી જુથ ગ્રામ પંચાયત આગામી ગ્રામ પંચાયતની બેઠકમાં કેટલાક કડક નિયમો નકકી કરવાનુ મન બનાવ્યુ છે. ખાસ કરીને નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં વેરા વસુલાતની આવક થકી જ ટાઉન વિસ્તારમાં ગટર સફાઈ, લાઈટ ખર્ચથી લઈ પાણી સમસ્યા પાછળ ખર્ચ થાય છે. જયારે ગ્રામજનો સારી રીત સમયસર વેરો ન ભે તો ગ્રામ પંચાયત વિસ્તારના પ્રશ્ર્નો હલ કરવા ‚પિયા કયાંથી લાવવા તેમજ અન્ય વહીવટી ખર્ચ ચલાવવો કઈ રીતે આ બાબતે ચર્ચા કરાઈ હતી. નસવાડી જુથ ગ્રામ પંચાયત પહેલા બિલ પછી નોટિસ આપશે અને પછી નળ કનેકશન કાપવાની લઈ મધ્ય ગુજરાત વીજ કંપનીને જે તે ધર માલિકની આકારણી રદ્દ કરી વીજ કનેકશન કાપવા સુધીની કાર્યવાહી કરશે. હાલ તો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નીરવ પટેલે પણ વેરા વસુલાત બાબતે તત્કાલ કાર્યવાહી કરવા સુચના આપી છે.