–૨૩ વાહનોમાંથી ૨ વાહનો રિકવર કરાયા, ૨૧ વાહનોની શોધખોળ ચાલુ
ઝાલોદ ટ્રેકટર કોૈભાંડમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. સોલાર કંપનીના નામે ખેડુતો પાસેથી ભાડે લીધેલા વાહનો સોૈરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં ગીરો મુકયા હોવાની માહિતી સામે આવતા તપાસ વધુ ગહન બની છે.
ઝાલોદ અને માલપુર પોલીસે સંયુકત તપાસ દરમિયાન સોલાર કંપનીના નામે કરોડો પિયાની છેતરપિંડી આચરનાર આંતર-જિલ્લા ઠગ ટોળકીના કોૈભાંડનો વધુ એક ભાંડો ફુટ્યો છે. આરોપીઓએ ખેડુતો પાસેથી આકર્ષક માસિક ભાડાની લાલચ આપીને ટ્રેકટર-ટ્રોલી, ક્રુઝર અને બોલેરો સહિત કુલ ૨૩ વાહનો ભાડે મેળવ્યા હતા. શઆતમાં ભાડું ચુકવી વિશ્ર્વાસ જીત્યા બાદ વાહનો લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે અલ્કેશ ડામોર, પ્રવિણ મસાર, વિજય પરમાર, અને રાણા નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પુછપરછ દરમિયાન સામે આવ્યુ કે, આરોપીઓએ ખેડુતોના ટ્રેકટરો માત્ર .૧.૫૦ થી ૨ લાખમાં ગીરો મુકી દીધા હતા. દેવભુમિ દ્વારકા, સોૈરાષ્ટ્ર અને માલપુર પંથકમાં વાહનો ગીરો મુકાયા અથવા વેચી દેવાયા હોવાની માહિતી મળી છે. પોલીસે અત્યાર સુધી બે ટ્રેકટરો કબ્જે કર્યા છે. જયારે બાકીના ૨૧ વાહનોની શોધખોળ માટે માલપુર, ધનસુરા, ઉભરણ, સહિત સોૈરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.