દાહોદ તાલુકાના રેટિયા પંચાયતમાં સરપંચ સામેની અવિશ્ર્વાસ દરખાસ્ત રદ્દ થઈ

દાહોદ તાલુકાના રેટિયા ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજકિય ખેંચતાણનો આખરે અંત આવ્યો છે. સરપંચ્ સામે વિરોધી જુથ દ્વારા લાવવામાં આવેલી અવિશ્ર્વાસની દરખાસ્ત જ‚રી બહુમતી ન મળતા રદ્દ થઈ છે.

દાહોદ તાલુકાના રેટિયા ગ્રામ પંચાયતના અસંતુષ્ટ સભ્યો દ્વારા સરપંચને હટાવવા અવિશ્ર્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પંચાયત સચિવ અને સક્ષમ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી ખાસ સામાન્ય સભામાં વિરોધ પક્ષને અવિશ્ર્વાસ પ્રસ્તાવ પાસ કરાવવા ૮ સભ્યોની બહુમતી જ‚રી હતી. જોકે વિરોધ પક્ષ પાસે મુળ ૭ સભ્યો જ હતા. અને મતદાન વખતે તેમાંથી પણ ૧ સભ્ય ગેરહાજર રહેતા માત્ર ૬ જ સભ્યોનુ સમર્થન બચ્યુ હતુ. આંકડાકિય ગણિત વિખેરાઈ જતાં અધિકારીઓએ દરખાસ્ત રદ્દ કરી હતી. જેથી સરપંચની ખુરશી હાલ સલામત રહી છે. પરિણામ જાહેર થતાં જ સમર્થકોએ ગુલાલ ઉડાડી વિજયની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.