હાલોલ રૂલર પોલીસ ડેસર ગામેથી રૂ.૫૯ હજારના બીયરના જથ્થા સાથે પાંચ ઈસમોને ઝડપ્યા

હાલોલ તાલુકાના ડેસર ગામે પાટાખોબલા ફળીયા નજીક ઝાડી ઝાંખરામાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ રાખેલ છે. તેવી બાતમીના આધારે હાલોલ રૂલર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પાંચ ઈસમોને રૂા.૫૯,૧૮૪/- તથા સ્કુટર, મોબાઈલ ફોન મળી કુલ રૂ.૨,૪૯,૧૮૪/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.ુ

હાલોલ તાલુકાના ડેસર ગામે પાટાખોબલા ફળીયા નજીક ઝાડી ઝાંખરામાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ સંતાડી રાખેલ છે. તેવી બાતમીના આધારે હાલોલ ‚લર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ભારતીય બનાવટના બીયર ટીન નંગ-૪૩૨ કિંમત રૂ.૫૯,૧૮૪/-નો દારૂ એકસેસ સ્કુટર નંગ-૩, મોબાઈલ નંગ-૨ મળી કુલ રૂ.૨,૪૯,૧૮૪/-ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેઈડ દરમિયાન આરોપીઓ નિમેષભાઈ ભીમસીંગ રાઠવા, આશીષ મનહરભાઈ રાઠવા, જયેશ જનકભાઈ રાઠવા, કિશનભાઈ પ્રવિણભાઈ નાયક, અજયભાઈ બીપીનભાઈ નાયકને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બાબતે હાલોલ રૂલર પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.