સંખેડા તાલુકામાં સરકારની ટેકાના ભાવે અનાજ ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. મકાઈ વેચવા માટે નોંધાયેલા ૮૧૪ ખેડૂતોમાંથી માત્ર ૨૦૦ ખેડૂતો જ ખરીદી કેન્દ્ર સુધી પહોંચ્યા.
સરકારી ખરીદીમાં માત્ર ૨૫ ટકા પ્રતિસાદ નોંધાયો. વહીવટી અવ્યવસ્થા અને ચોમાસાના કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી. સંખેડા તાલુકામાં સરકાર દ્વારા ટેકાના ભાવે અનાજ ખરીદીની પ્રક્રિયા ૧૫ જુલાઈએ પૂર્ણ થઈ.
મકાઈ વેચવા માટે ઓનલાઈન નોંધાયેલા ૮૧૪ ખેડૂતોમાંથી માત્ર ૨૦૦ ખેડૂતો જ ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા. સરકારે પ્રતિ ક્વિન્ટલ . ૨૪૦૦ના ભાવે કુલ ૪૯૧૧ ક્વિન્ટલ મકાઈની ખરીદી કરી. ખરીદી દરમિયાન વારંવાર લિમિટમાં ફેરફાર થયો. બારદાન (કોથળા)ની અછત રહી.
વહીવટી અવ્યવસ્થાના કારણે અનેક ખેડૂતો કંટાળી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચોમાસાના ભણકારા વચ્ચે કેટલાક ખેડૂતોએ ખાનગી વેપારીઓને જ મકાઈ વેચી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.
બીજી તરફ જુવારમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. નોંધાયેલા તમામ ૩૮ ખેડૂતો પાસેથી સરકારે પ્રતિ ક્વિન્ટલ . ૩૯૯૦ના ભાવે જુવારની ખરીદી કરી. જ્યારે બાજરી માટે માત્ર એક જ ખેડૂતે નોંધણી કરાવી હતી. તે પણ ખરીદી કેન્દ્ર પર પહોંચ્યો નહોતો.
જુવારને ૧૦૦% પ્રતિસાદ સંખેડા તાલુકામાં ટેકાના ભાવે અનાજ ખરીદી દરમિયાન જુવારના પાકમાં ખેડૂતોનો સંપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો હતો. જુવાર વેચવા માટે નોંધાયેલા તમામ ૩૮ ખેડૂતો ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા હતા અને સરકારે પ્રતિ ક્વિન્ટલ . ૩૯૯૦ના ભાવે તેમની જુવારની ખરીદી કરી હતી.
બીજી તરફ બાજરીના પાકમાં વિપરીત સ્થિતિ રહી હતી. સમગ્ર તાલુકામાંથી માત્ર એક જ ખેડૂતે બાજરી વેચવા માટે નોંધણી કરાવી હતી, પરંતુ ખરીદી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી તે પણ કેન્દ્ર પર વેચાણ માટે આવ્યો નહોતો. આ સ્થિતિ ખેડૂતોના પાકવાર બદલાતા વલણને દર્શાવે છે.