કવાંટના બિલધા ગામે નવા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

કવાંટ તાલુકાના મોટી કડાઈ ઙઇંઈ હેઠળ આવતા બિલધા ગામે નવા પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં થયું હતું.

આ પ્રસંગે ગામના અગ્રણીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ, તાલુકા સ્ટાફ, ઙઇંઈ અને જઈના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

નવા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે હવે બિલધા સહિત આસપાસના ગામોના નાગરિકોને સ્થાનિક સ્તરે જ આરોગ્ય સેવાઓ મળી શકશે. કેન્દ્રમાં માતા અને બાળકની સંપૂર્ણ સેવાઓ, રસીકરણ, સામાન્ય આરોગ્ય તપાસ અને આરોગ્ય સંબંધિત વિવિધ પ્રાથમિક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કેન્દ્ર ગામ અને આસપાસના વિસ્તાર માટે આરોગ્યનું એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે. તેનાથી ગ્રામીણ લોકોને સારવાર માટે દૂર જવું નહીં પડે અને સમયસર આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે.