પંચમહાલ,સોમવાર:: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ અને સરકારી આર્ટસ કોલેજ શહેરાના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલ (Anubhandam) તથા એન.સી.એસ. પોર્ટલ (NCS) ના માધ્યમથી તાલુકા કક્ષાના ઔધોગિક રોજગાર ભરતીમેળા અને વિશેષ આઉટરીચ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળો તારીખ ૨૪ જુલાઈ ૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરકારી આર્ટસ કોલેજ, શહેરા (જિલ્લો: પંચમહાલ) ખાતે યોજાશે.૧૦૦ થી વધુ ટેકનીકલ અને નોન-ટેકનીકલ જગ્યાઓ. ૧૮ થી ૩૫ વર્ષના એસ.એસ.સી. (SSC), એચ.એસ.સી. (HSC), આઈ.ટી.આઈ. (ITI), ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટ (સ્નાતક) લાયકાત ધરાવતા મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે.
પંચમહાલ જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રણી નોકરીદાતાઓ દ્વારા રૂબરૂ ઈન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા સીધી રોજગારી તેમજ એપ્રન્ટીસની ઉત્તમ તકો પૂરી પાડવામાં આવશે.
ભરતીમેળાની સાથે જ કેન્દ્ર સરકારની વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અને માય ભારત એપ (MY\ Bharat\ App) વિશે ઉપસ્થિત ઉમેદવારોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા માટે ખાસ આઉટરીચ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા તેમજ આસપાસના વિસ્તારના યોગ્ય લાયકાત ધરાવતા તમામ ઉત્સુક મહિલા અને પુરુષ ઉમેદવારોને પોતાના જરૂરી લાયકાતના કાગળો સાથે ઉપરોક્ત તારીખ, સમય અને સ્થળે સ્વ-ખર્ચે હાજર રહી આ રોજગાર ભરતીમેળાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.