શહેરા તાલુકાના તડીપાર એવા જે.બી. સોલંકી સામે શહેરા પોલીસ મથકમાં ફોન પર ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ઓળખાતા અને હાલમાં તડીપાર એવા જે.બી. સોલંકી સામે શહેરા પોલીસ સ્ટેશનમાં ફોન પર ધમકી આપવા બદલ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. તડીપાર જે.બી.સોલંકીએ તેનાજ વલ્લભપૂર ગામના બે ઇસમોને ફોન કરી ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી, ભારતના બંધારણ વિશે અત્યંત વાંધાજનક અને અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હોવાના આક્ષેપ પણ પોલીસ ફરિયાદમાં કરાયો હતો.

શહેરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ મુજબ તાલુકાના નવા વલ્લભપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા અને ખેતી તેમજ સમાજસેવા સાથે સંકળાયેલા ભગીરથસિંહજી જયવિરસિંહજી સોલંકી (ઉં.વ. ૩૩) ગત ૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ ભગીરથસિંહ પોતાના વ્યક્તિગત કામ અર્થે શહેરા પોલીસ સ્ટેશન આવ્યા હતા. આ દરમિયાન તેમના જ ગામના સરપંચ ગણપતભાઈ પાંચાભાઈ માછી અને સંજયભાઈ ગણપતભાઈ માછી પણ કોઈ મારામારીના ગુના સંદર્ભે જામીનની કામગીરી માટે ત્યાં આવ્યા હોવાથી ભગીરથસિંહ તેમને મળ્યા હતા.પોલીસ સ્ટેશનનું કામ પતાવીને ભગીરથસિંહ જ્યારે વલ્લભપુર પોતાના ઘરે જવા નીકળ્યા, ત્યારે સાંજના આશરે ૧૮:૪૨ વાગ્યે તેમના મોબાઈલ નંબર પર પંચમહાલ અને મહિસાગર જીલ્લામાંથી તડીપાર કરાયેલા જે.બી. સોલંકીનો ફોન આવ્યો હતો. સોલંકીએ ઉગ્ર અવાજે પૂછ્યું હતું કે, “તમે સરપંચ ગણપત માછી સાથે કેમ ગયા છો?” ભગીરથસિંહે પોતાનું વ્યક્તિગત કામ હોવાનું કહેતા જ જે.બી. સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને ધમકીભર્યા લહેજામાં કહ્યું હતું કે, “તમને કંઈ થાય તો કહેતા નહીં.” આ સાંભળી ભગીરથસિંહે ફોન કાપી નાખ્યો હતો. આટલેથી ન અટકતા, આરોપી જે.બી. સોલંકીએ ભગીરથસિંહના મોટાભાઈ શિવદાનસિંહના મોબાઈલ પર ફોન કર્યો હતો. તેમણે શિવદાનસિંહને પણ ધમકાવતા કહ્યું કે, “તારો ભાઈ ગણપત માછીને સપોર્ટ કરે છે. ગણપત માછીએ બાપુઓ વિ‚દ્ધ ગુનો દાખલ કરાવ્યો છે, તો પણ તારો ભાઈ તેની સાથે ફરે છે.” જ્યારે શિવદાનસિંહે જણાવ્યું કે, જે લોકો જેલમાં ગયા છે તેમને ભારતના બંધારણ અને કાયદાએ પૂર્યા છે, ત્યારે જે.બી. સોલંકી એકદમ આપા ખોઈ બેઠા હતા.તેમણે ભારતના પવિત્ર બંધારણ વિશે અત્યંત ગંદી અને વાંધાજનક ગાળો ભાંડી હોવાનો આક્ષેપ પણ પોલીસ ફરિયાદમાં કરાયો હતો. આ સાથે જ શિવદાનસિંહને મા-બેન સમાણી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સમગ્ર વાતચીતનું શિવદાનસિંહે ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું, જે બાદમાં ભગીરથસિંહને વોટ્સએપ પર મોકલવામાં આવ્યું હતું.થોડા દિવસો પહેલા વલ્લભપુર ગામે માછી સમાજ અને દરબાર સમાજના માણસો વચ્ચે ઝગડો થયો હતો, જેમાં સામસામે ગુના પણ દાખલ થયો હતો. આરોપી જે.બી. સોલંકી પોતે તડીપાર હોવા છતાં, તેના મળતિયા માણસો દ્વારા દરબાર સમાજના યુવકોને એકઠા કરી ગામની શાંતિ ભંગ કરવાનું અને જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ઊભું કરી વાતાવરણ બગાડવાનું પૂર્વઆયોજીત કાવત‚ં ઘડી રહ્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.ભગીરથસિંહ સોલંકીની ફરિયાદના આધારે શહેરા પોલીસે હાલ તડીપાર આરોપી વલ્લભપુર ગામનો જે.બી. સોલંકી વિ‚દ્ધ ગુનાહિત ધમકી આપવા, અપશબ્દો બોલવા અને કાયદો-વ્યવસ્થાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઓડિયો રેકોર્ડિંગને પણ પુરાવા તરીકે તપાસમાં સામેલ કરવામાં આવ્યું છે.