
પંચમહાલ રેન્જ આઈ.જી. અને દાહોદ પોલીસ અધીક્ષકની ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવાની સૂચના હેઠળ દાહોદ એસ.ઓ.જી. (SOG) પોલીસને મોટી સફળતા મળી છે. ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરuમિયાન બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે દાદુર ગામની ચાર રસ્તા ચોકડી પાસેથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસે દાદુર ગામના રહીશ આરોપી અરવિંદભાઈ ભારતસિંહ પરમાર અંગઝડતી કરતા તેની કમરમાંથી રૂ. ૧૫,૦૦૦ ની કિંમતની એક દેશી હાથબનાવટની પિસ્તોલ તથા રૂ. ૨,૦૦૦ નો મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરૂદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા (આર્મ્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.