
–અત્યાર સુધી મળતુ કુવાનુ પાણી છેલ્લા ત્રણ માસથી બંધ થતાં પાણી માટે ભારે કિલ્લત
ગોધરા નગરપાલિકા વોર્ડ નં.-૮ મહેબુબ મસ્જિદ પાછળ ૮૦ થી ૯૦ જેટલા મકાનો આવેલા છે. આ વિસ્તારમાં નગરપાલિકાની પાણીની સુવિધા નથી. રહિશોને કુવાનુ પાણી મળતુ હતુ તે પણ છેલ્લા ત્રણ માસથી બંધ થયેલ છે. પાણીની કિલ્લતને લઈ રહિશો પરેશાન થઈ ગયા છે. સ્થાનિક પાલિકા સભ્યો પણ આ વિસ્તારના રહિશોની સમસ્યાના ઉકેલ માટે રસ ધરાવતા ન હોય ત્યારે પાલિકા તંત્ર રહિશોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે.
ગોધરા સિગ્નલ ફળિયા વોર્ડ નં.-૮ મહેબુબ મસ્જિદ પાછળ છેલ્લા કેટલાક વર્ષોથી ૮૦ થી ૯૦ જેટલા મકાનો ધરાવતો મહોલ્લો આવેલ છે. આ વિસ્તારના રહિશોને નગરપાલિકાના ૫ાણીની સુવિધા મળેલ નથી. સ્થાનિક રહિશો કુવાના પાણી આધારિત હતા. પરંતુ ઉનળાના સમયમાં કુવાનુ પાણી સુકાઈ જતાં તે પાણી પણ છેલ્લા ત્રણ માસથી બંધ થયુ છે. આ વિસ્તારમાં મોટાભાગે ગરીબ લોકો રહેતા હોય જેને લઈ આર્થિક સ્થિતિને લઈ પ્રાઈવેટ બોર કરાવી શકે તેવી સ્થિતિમાં નથી. આખા મહોલ્લામાં બે થી ત્રણ જેટલા પ્રાઈવેટ બોર છે. પ્રાઈવેટ બોર માલિકો પાણી આવે છે. સ્થાનિક રહિશો પાણીની સમસ્યાને લઈ પરેશાની વેઠી રહ્યા છે. પાણીની સમસ્યાને લઈ ચુંટાયેલા પાલિકાના વોર્ડ સભ્યોને રજુઆત કરે તો સભ્યો દ્વારા ઉડાઉ જવાબો આપવામાં આવે છે. પ્રાથમિક સુવિધા એવી પાણીની સમસ્યાથી પરેશાન રહિશોની લાગણીને ધ્યાનમાં લઈ ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા પાણીની સુવિધા પુરી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.