નસવાડીના લીંડા ગામે અલ્પ સાક્ષરતા ક્ધયા વિદ્યાલયમાં ગંદકીના ઢગથી જનઆક્રોશ

નસવાડી તાલુકાના લીંડા ગામે અલ્પ સાક્ષરતા ક્ધયા વિદ્યાલયની મુલાકાત જિલ્લા કલેકટરે લેતા સરપંચ અને તલાટીએ શાળાના કેમ્પસમાં ગટરો ઉભરાય છે. અને કચરો કેમ્પસમાં ઠલવાય છે. જેની જાત તપાસ માટે જિલ્લા કલેકટર જતાં શાળાના કેમ્પસના પાછળના ભાગમાં સડેલ ફ્રુટ અને કચરાના ઢગલા જોઈને ચોંકી ઉઠ્યા હતા.

નસવાડી તાલુકાના લીંડા ગામે જિલ્લા કલેકટર જન સંવાદથી જન વિકાસના અભિગમ હેઠળ મુલાકાત લીધી હતી. જેમાં જિલ્લા કલેકટરને ગ્રામજનોએ રસ્તા તેમજ સિંચાઈના પાણી માટે તેમજ વરસાદી પાણી ધરોમાં ભરાઈ જવાની રજુઆતો કરી હતી. જેને લઈ કલેકટરે લીંડા ગામમાં પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યુ હતુ. જયારે ખેડુતોએ પશુઓને ચરવા માટે ગોૈચર જમીન ન હોવાથી તેની રજુઆત કરી હતી. ત્યારબાદ સરપંચ અને તલાટીએ અલ્પ સાક્ષરતા ક્ધયા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી માટે બનાવેલ શોૈચાલય તેમજ બાથ‚મ સહિતનુ ગટરનુ પાણી ઉભરાઈ મેઈન રોડ પર આવે છે. તેની રજુઆત કરતા જિલ્લા કલેકટર જાત નિરીક્ષણ માટે શાળાના કેમ્પસમાં પહોંચતા શાળાના કેમ્પસમાં પાછળના ભાગમાં જતા કચરાના ઢગલા હતા. તેમજ શેડના ફુટનો કચરો જિલ્લા કલેકટરે જોતા તાલુકા વિકાસ અધિકારીને કચરા ઉઠાવવા માટેની ગાડી અઠવાડિયામાં બે વાર મોકલવાની અને તમામ કચરાનો નિકાલ કરવા સુચના આપી હતી.