દાહોદ જિલ્લામાં એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા શરૂ થયેલ છે. આ સર્વે જિલ્લાના ઈચ્છુક વ્યક્તિઓ જે ધોરણ ૧૨ થી વધુ ભણેલ હોઈ, ટેકનિકલ મોબાઇલ એપ ની જાણકારી ધરાવતા અરજદારોને, જે તે તાલુકાની તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા અથવા જે તે ગામના ગ્રામસેવક (ખેતી) અથવા નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ ની કચેરી, દાહોદ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
એન્ડ્રોઇડ મોબાઈલના જાણકાર હોય તેવા ખેડૂતો પણ પોતાની જમીનનો સર્વે જાતે કરી શકશે. આ બાબતે પોતાના ગામના કૃષિ વિભાગના ગ્રામસેવકનો સંપર્ક કરવા વિનંતી છે.
આ કામગીરી કરનાર સર્વેયરને એક સર્વે દીઠ મહેનતાણાં પેટે .૧૦(દસ) ડી.બી.ટી મારફત સર્વેયરના ખાતામાં ચુકવાશે. ખરીફ સીઝન ૨૦૨૬-૨૭ એગ્રીસ્ટેક-ડિજીટલ ક્રોપ સર્વે તા. ૧૬/૦૮/૨૦૨૬ થી તા.૩૦/૦૯/૨૦૨૬ સુધી ચાલનાર છે, જે પણ સર્વેયર ગામમાં સરવે કરવા આવેતો સૌ ખેડૂતો, ગામના સરપંચઓને સહકાર આપવા વિનંતી છે.
કચેરી સંપર્ક નંબર: ૧) ભાવેશ ચૌહાણ (ખેતી મદદનીશ):-૮૧૪૧૩૩૬૪૮૯, ૨)નિર્માણસિંહ રાઠવા (ખેતી મદદનીશ):-૯૭૨૬૩૯૭૫૫૭, ૩) સુભમ નાઈ (ખેતી મદદનીશ):- ૯૦૨૩૬૧૪૭૭૩ એમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દાહોદ દ્વારા જણાવાયું છે.