
આણંદપુરાની ધી શારદા હાઈસ્કૂલમાં શાળાના નિયમિત દાતા ભૂપેન્દ્રભાઈ પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ધોરણ 10 (SSC) ની પરીક્ષામાં 81 ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો ઉચ્ચ અભ્યાસનો તમામ ખર્ચ તેઓ ઉઠાવશે.
આ નવી યોજના અંતર્ગત, લાયક વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી જરી તમામ શૈક્ષણિક ખર્ચ દાતાદ્વારા ભોગવવામાં આવશે. આ જાહેરાતથી વિદ્યાર્થીઓ અને શાળા પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલ દર વર્ષે શાળાના ધોરણ ૬ થી ૧૦ ના તમામ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ કરે છે. આ ઉપરાંત, તેઓ શાળાના તમામ બાળકોને નિ:શુલ્ક ગણવેશ પણ પૂરો પાડે છે. અગાઉ, જજઈ માં ૭૦ ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવતા હતા.
દાતાની આ ઉમદા પહેલને વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી હતી, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.