
આજે ગુજરાત હાઇકોર્ટમાં સુરત નાસીરનગર ડિમોલિશન મામલે સુનાવણી હાથ ધરાઈ. ૨ જુલાઈ એ વધુ સુનાવણી હાથ ધરાશે. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી. જસ્ટિસ નિખિલ કેરિયલની કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટમાં જમા કરાવેલ એફિડેવિટ આજે કોર્ટમાં રજૂ કરાઇ. કોર્ટમાં વકીલો દ્વારા દલીલો અને રજુઆત કરવામાં આવી. કોર્ટે કમિશનરની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી.
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દૃરમિયાન નાસીરનગર ડિમોલેશન અને અધિકારીઓની કામગીરી તથા ડીમોલેશનની મંજૂરી અંગે વિગતો માંગવામાં આવી. કોર્ટે કમિશનરની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી. ૧૦ દિૃવસ સુધી કમિશનર દ્વારા કઈ ન કરાયું તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. કોર્ટે આ મામલે સુઓમોટો લેવાની જર હતી તેવું પણ જણાવ્યું. રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાની ખાતરી આપવામાં આવી છે. કોર્ટે એ પણ પ્રશ્ર્ન ઉઠાવ્યો કે જે અધિકારીઓ હાજર હતા તે કોના કહેવાથી હાજર હતા. રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે સમગ્ર મામલે પોલીસને લેખિત જાણ કરાઈ હતી. કાયદૃો વ્યવસ્થા જળવાય તેના માટે પોલીસની મદૃદૃ લેવાઈ હતી. આ સુનાવણીમાં કમિશનર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદૃી હાજર રહૃાા હતા. તેમણે કહૃાું કે જે થયું તે નહોતું થવું જોઈતું. હાઈકોર્ટે કહૃાું કે એસએમસી દ્વારા માત્ર રિમાર્કેશન માટે જવાનો ઉલ્લેખ કર્યો હતો. રિમાર્કેશન હતું તો આટલી બધી પોલીસ કેમ. પીઆઈ દ્વારા ઉચ્ચ અધિકારીને બોલાવ્યા હતા. જ્યારે એડવોકેટ જનરલે કહૃાું કે જે દૃેખાય છે તેના કરતાં વાત અલગ છે. કોર્ટમાં એસએમસી સરકાર અને ટોરેન્ટ વતી વકીલ હાજર રહૃાા જેઓ વચ્ચે દૃલીલો અને રજુઆત થઈ. સોગંદૃનામું રજૂ ન કરતા સમય માંગવામાં આવતા હવે ૨ જુલાઈએ સુનાવણી હાથ ધરાશે. આ સાથે જ્યાં સુધી આગામી આદૃેશ ન થાય ત્યાં સુધી પીડિતોને વ્યવસ્થા કરી આપવા સૂચન કરવામાં આવ્યું છે.
સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે ૨૬ અરજદૃારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દૃાખલ કરવામાં આવી. જેમાં રાજ્ય,એસએણસી, સુરત પોલીસ કમીશ્ર્નર,એસઓજીના ડીસીપી રાજદૃીપિંસહ નકુમ, પોલીસ અને એસએમસીના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. કોર્ટે કેટલાક નિર્દૃેશો પક્ષકારોને આપીને સોમવારે વધુ સુનવણી રાખી હતી. અરજદૃારોના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસીર નગરમાં એસએમસી દ્વારા ૧૫૦ થી વધુ મકાનો ૩૦ મે ના રોજ તોડી પાડવામાં આવ્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું હતું કે આ ડિમોલિશન એસએમસી દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો? તો અરજદૃાર વતી જવાબ અપાયો હતો કે ડિમોલિશન સમયે ઘટના સ્થળે એસએમસીના અધિકારીઓ અને ૨૦ થી ૨૫ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા.
બીજી બાજુ ૧ જૂને અરજદૃારોએ એસએમસી કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારે તેમણે ચોંકાવનારો જવાબ આપતા જણાવ્યું હતું કે કોર્પોરેશને ત્યાં ડિમોલિશનનો કોઈ હુકમ કર્યો નથી. ખુલ્લી જગ્યામાં વર્ષ ૧૯૬૯માં અહીં કોલોની બની હતી. જ્યાં અરજદૃારના પૂર્વજો પણ રહેતા આવ્યા છે. અચાનક ૩૦ મેના રોજ બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે પ્રશ્ર્ન કર્યો હતો કે ડિમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતા ? જેના જવાબમાં અરજદૃારે જણાવ્યું હતું કે ડિમોલિશન કરનાર એજન્સી જીસ્ઝ્ર ની છે. ટોરેન્ટ પાવરે ડિમોલિશન પહેલા પાવર કટ કર્યો હતો. ડિમોલિશન સ્થળે ૭ જેટલા જીસ્ઝ્ર ઓફિસર અને અન્ય કર્મચારી તેમજ ૨૦ થી ૨૫ જેટલા સુરત ર્જીંય્ વિભાગના પોલીસ કર્મચારી અને ચોક બજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર હતા. પાલિયા બિલ્ડરના આદૃેશ ઉપર શ્રી રામ એજન્સી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યાં આર્કિટેક્ટ રજનીકાંત પણ ઉપસ્થિત હતા. સ્થાનિકોએ વિરોધ કરતા તેઓને ખોટા કેસમાં ફસાવી દૃેવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રહેવાસીઓને માત્ર ૧ કલાકમાં ઘર ખાલી કરી દૃેવા માટે સૂચના આપવામાં આવી હતી. બાળકોના પુસ્તકો અને મહત્વનો સામાન પણ ડિમોલિશનના કાટમાળ નીચે દૃબાઈ ગયો હતો.
સુનાવણી દૃરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે ૩૦ મે ના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું ? જેના જવાબમાં અરજદૃારોએ જણાવ્યું હતું કે તેઓએ પહેલા એસએમસી કમિશનર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી, તો તેઓએ કહૃાું કે એસએમસીનો ડિમોલિશનનો કોઈ ઓર્ડર નથી. પોલીસે તેમની ફરિયાદ લીધી નથી. ૨૧ જૂને એસએમસી કમિશ્ર્નરે પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે ડિમોલિશન સમયે ત્યાં કોર્પોરેશનના કર્મચારીઓ હાજર હતા.