હુમાયુ કબીર પણ સુવેન્દુ અધિકારી સાથે જોડાયા, બિલને ટેકો જાહેર કર્યો

પશ્ર્ચિમ બંગાળમાં ગુનેગારો અને ગુંડાઓ પર કડક કાર્યવાહી કરવા માટે એક બિલ રજૂ કરવામાં આવી રહૃાું છે. આમ જનતા ઉન્નય પાર્ટીના ધારાસભ્ય હુમાયુ કબીરે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ટેકો વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શુભેન્દૃુ અધિકારી દ્વારા લોકોના કલ્યાણ માટે રજૂ કરાયેલા કોઈપણ બિલને તેઓ સંપૂર્ણ સમર્થન આપશે.

હકીકતમાં, સુવેન્દૃુ સરકાર વિધાનસભામાં “પશ્ર્ચિમ બંગાળ જાહેર સલામતી અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓ નિયંત્રણ બિલ” રજૂ કરવા જઈ રહી છે. આ બિલ અંગે, હુમાયુ કબીરે જણાવ્યું હતું કે તેઓ લોકોના કલ્યાણ માટે સુવેન્દુઅધિકારી દ્વારા રજૂ કરાયેલા કોઈપણ બિલને સમર્થન આપશે.

વિધાનસભામાં બે નવા કડક સુરક્ષા બિલ રજૂ કરતા પહેલા, મુખ્યમંત્રી સુવેન્દૃુ અધિકારીએ સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે રાજ્યમાં ફક્ત કાયદૃાનું શાસન રહેશે અને ગુંડાગીરીનો નાશ કરવામાં આવશે. ગૃહમાં એક મોટી જાહેરાત કરતા, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભડકાઉ અને નફરતભર્યા ભાષણો આપવા બદલ એજેયુપી ધારાસભ્ય હુમાયુ કબીર સામે બે એફઆઇઆર દૃાખલ કરવામાં આવી છે.

હુમાયુ કબીરે ગયા અઠવાડિયે મુર્શિદૃાબાદૃમાં બે વિવાદૃાસ્પદૃ ભાષણો આપ્યા હતા, જેનો વિધાનસભામાં ભારે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કહૃાું, “બસ હવે બહુ થયું. આવા લોકોને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.” પહેલા રાજ્યમાં નબળા મુખ્યમંત્રી હોવાને કારણે લોકો કંઈ પણ કહેતા હતા, પરંતુ હવે તે કામ કરશે નહીં.”

વિપક્ષ પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહૃાું કે મુર્શિદૃાબાદૃ પેટાચૂંટણી પહેલા મુસ્લિમ મતોનો લાભ લેવા માટે જાણી જોઈને નફરત ફેલાવવામાં આવી રહી છે, જેથી હુમાયુ કબીરના પુત્રને ચૂંટણીમાં ફાયદૃો મળી શકે. નફરત ફેલાવનારાઓને ચેતવણી આપતા મુખ્યમંત્રીએ કહૃાું, “સંદૃેશખલીના શેખ શાહજહાં અને ભડકાઉ નિવેદૃનો કરવાના પરિણામો યાદૃ રાખો. ફાલ્ટાના ’પુષ્પા’ને પણ યાદ કરો જે કહેતા હતા કે ’હું ઝૂકીશ નહીં’. આજે, દરેક વ્યક્તિ પોલીસ સામે સીધા છે. પોલીસ કોઈને છોડશે નહીં.”