શહેરમાં રસ્તાઓ પર રહેલા ખાડાઓ સાત દિવસમાં પુરવા સૂચના આપવામાં આવી છે.એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સૂચના આપવામાં આવી કે કોઈપણ ખાડો સાત દિવસથી વધુ સમય સુધી ખુલ્લો ન રહે તેની કડક તાકીદ કરવામાં આવી છે. આ સાથે શહેરમાં ૨૬ જેટલા ફાયિંરગ એરિયા અને વોટર પોલ્યુશનને લઈને ઓળખ કરવામાં આવી છે.
અમદૃાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “ચૂંટણી બાદ એએમસીની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિકારીઓને જાણ કરવામાં આવી છે. કોર્પોરેટરોના ફોન ઉપાડવા અંગે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે ભૂતકાળમાં એવા બનાવો બન્યા છે કે અધિકારીઓ કોર્પોરેટરોના ફોન ઉપાડતા ન હતા. આથી પ્રથમ બેઠકમાં જ આ બાબતે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.”
અમદાવાદ મહાનગરપાલિકાની નવી સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠકમાં ગોતા વિસ્તારમાં પ્રદૃૂષિત પાણીની સમસ્યાનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. આ અંગે કમલેશ પટેલે જણાવ્યું હતું કે, ગોતાના કાઉન્સિલર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પાણી પીવા યોગ્ય નથી તેની સૂચના લોકોને આપવામાં આવી નહોતી. તેમજ સોસાયટીના રહીશોને ટાંકી સાફ કરીને નવું પાણી ભરવાની સૂચના પણ આપવામાં આવી નહોતી. આ રજૂઆત બાદ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી બને છે કે કેમ? તે અંગે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત શહેરમાં ૨૬ જેટલા ફાયિંરગ એરિયા અને વોટર પોલ્યુશનને લઈને પણ ઓળખ કરવામાં આવી છે. આવા વિસ્તારોમાં આવી ઘટનાઓ ન બને તેની તકેદૃારી રાખવા પણ તાકીદૃ કરવામાં આવી છે.
અમદૃાવાદૃ મહાનગરપાલિકાની ચૂંટણી બાદની પ્રથમ જ સ્ટેન્ડિંગ કમિટીમાં વિવાદિૃત કામ મંજૂર કરવામાં આવ્યું છે. અમદૃાવાદૃમાં ટ્રાફિક પોલીસ ક્રેન મારફતે વાહનોને પાર્કિંગ ઝોનમાંથી ઉઠાવવાનું કામ કરે છે, છતાં મનપા હવે ૬ મહિના માટે ક્રેન ભાડે લઈ કામગીરી કરશે, જેના માટે અંદૃાજે દૃોઢ કરોડ પિયાનો ખર્ચ થશે. ટ્રાફિક પોલીસની કામગીરી મનપા કેમ કરશે તે અંગે પ્રશ્ર્નો ઉભા થયા છે.
જોકે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મનપા અને પોલીસ દ્વારા સાથે મળીને ડ્રાઈવ કરવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ લાવવા કામગીરી કરવામાં આવશે.