બોડેલી એપીએમસી માર્કેટમાં કપાસની હરાજી સાથે મગફળીની હરાજી શરૂકરાઈ

બોડેલી બજાર સમિતિમાં કપાસની સતત આવક ચાલુ રહી છે. ત્યારે સપ્તાહથી મગફળીની પણ આવક શ‚ થઈ છે અને કપાસ અને મગફળીની સમાંતર હરાજી માર્કેટમાં થઈ રહી છે.

પ્રતિ ક્વિન્ટલ કપાસનો ભાવ ‚પિયા ૭૭૦૦થી ૮૦૬૧ પડી રહ્યો છે. ત્યારે મગફળીનો ભાવ ‚પિયા ૬૬૦૦થી ૭૦૦૦ પડી રહ્યો છે. કપાસના રોજ ૪૦થી ૫૦ વાહનોની આવક થઈ રહી છે. જ્યારે મગફળીના પણ ૩૦ આસપાસ વાહનોની આવક થઈ રહી છે.

કપાસનો પાક વરસાદે બગાડતા હોળી પહેલા સિઝન પૂરી થઈ જવાની ગણતરી હતી પણ અત્યારે પણ ૫૦ કપાસના વાહનો આવી રહ્યા છે જે આશ્ચર્ય જનક છે. સીસીઆઈએ આવતા વર્ષે પણ ટેકાનો ભાવ ‚પિયા ૮૬૦૦ આસપાસ કર્યો હોઇ કપાસનું વાવેતર વધવાની પુરી શક્યતા છે.

મગફળીનું વાવેતર પ્રતિ વર્ષ ઘટી રહ્યું હોય સરકાર પ્રોત્સાહન આપે મગફળીનું વાવેતર પ્રતિ વર્ષ ખૂબ ઘટ્યું છે, તેના માટે પાણીની અપૂરતી સુવિધા, પાકનો બગાડ અને મહેનત સાથે મોંધું બિયારણ જવાબદાર છે. પૂરતું વળતર ન મળતું હોય ખેડૂતો મગફળીનો પાક કરવાનું ટાળી રહ્યા છે. સરકારે મગફળીનો પાક વિસ્તારમાં વધુ થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવા જોઈએ.