
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાનમાં રેતી ભરેલા હાઈવા ટ્રક ચાલકે બેફામ રીતે હંકારતા માતા અને પુત્રને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા બોડેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઊંચાપાન નાના કાટવા સુખી જળાશય કેનાલ પાસે વા. બામરોલીના માતા અને પુત્ર પોતાની પાસે રહેલી મોટરસાયકલ લઈને છોટાઉદેપુરના માલધી ગામમાં એક સપ્તાહ પહેલા પુત્ર અશોકના લગ્ન થયા બાદ સાસરે પહેલી વખત પોતાની માતા સાથે જઈ રહ્યા હતા. તે દરમિયાન માતેલા સાંઢની જેમ આવી રહેલા ડમ્ફર ચાલકે રોડ પર પડેલા ખાડોનો બચાવવા કરવા જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલને અડફેટે લેતા ૧૦ ફૂટ દૂર ઘસેડતા યુવકને માથે અને પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
યુવકની માતાને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અક્સ્માતને પ્રત્યક્ષ જોનારા મુસ્લિમ સમુદાયના હોટલ માલિકે માનવતા દાખવીને યુવક ઇમરાન પઠાણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને માથામાંથી લોહી વહેવા લાગતા પોતાના માલ વડે યુવકને માથામાંથી લોહી વહેતા અટકાવવાના પ્રયાસો કર્યા હતા. ત્યારે સમગ્ર મામલે પરિવાર અને બોડેલી પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
એક સપ્તાહ અગાઉ યુવકના લગ્ન થયા હતા. દુ:ખદ વાત એ છે કે, પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ઘર પરિવારની જવાબદારી પુત્ર ઉપર આવી પડતા કાઠીયાવાડ ખાતે ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક સપ્તાહ અગાઉ પોતાના લગ્ન હોવાથી માદરે વતન આવ્યો હતો અને લગ્ન બાદ ખુશી ખુશી સાસરીમાં પોતાની પત્નીની મુલાકાત લે તે પહેલા દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. સદનસીબે માતા-પુત્રનો આબાદ બચાવ થયો છે. સ્થાનિક લોકોની માગ છે કે ઓવરલોડ રેતી ભરીને દોડતા ટ્રક ચાલકો ઉપર કાર્યવાહી કરે તો નિર્દોષ લોકો અકસ્માતમાંથી અટકે તેમ છે.