સૌરાષ્ટ્રમાં ગરમીને લઈ હિટવેવની અગાહી,અમદાવાદનું તાપમાન ૪૨ ડિગ્રી સુધી જવાની સંભાવના

ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ સતત વધી રહૃાો છે, ત્યારે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં આજે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સવારથી આકરા તડકા અને ગરમીના અનુભવ બાદ બપોર પછી શહેરના વાતાવરણમાં એકાએક બદૃલાવ આવ્યો હતો. અમદાવાદમાં પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેવાને કારણે ધૂળીયું વાતાવરણ સર્જાયું હતું,

રાજધાની દિલ્હી સહિત દૃેશભરના ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. જ્યારે કેટલાક રાજ્યોમાં તીવ્ર ગરમી અને તડકોનો અનુભવ થઈ રહૃાો છે, ત્યારે કેટલાક રાજ્યોમાં હવામાન અને વરસાદમાં ફેરફારનો અનુભવ થઈ રહૃાો છે. આ દરમિયાન, હવામાન વિભાગે દૃેશના વિવિધ ભાગો માટે તીવ્ર ગરમી અને વરસાદની ચેતવણી જારી કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ભારત તીવ્ર ગરમીથી ત્રાહિમામ પોકારી રહૃાું છે, ત્યારે કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદૃની ચેતવણી જારી કરવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી આજે પણ યથાવત રહી હતી. આજે પણ રાજ્યના વિવિધ શહેરના મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ રહેતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમી વર્તાઇ હતી. અમદાવાદનું તાપમાન સામાન્ય ઘટી ૪૩.૭ ડિગ્રી પર સ્થિર રહૃાું હતું. જો કે, બપોરે અચાનક વાતાવરણ પલટાયું હતું અને પવન ફૂંકાયો હતો તથા ધૂળીયું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો અને ધૂળ ઉડવાને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતા.