સુરતના સચિન સેઝમા ડાયમંડ ઓવર વેલ્યુએશન કૌભાંડ જોવા મળ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ)એ નવસારીના મોન્ટુ ગાંધીની ધરપકડ કરી છે. આરોપીએ પાંચ કરોડની વાસ્તવિક નિકાસ સામે ૧૩૪ કરોડની નિકાસ બતાવી છે. અધિકારીઓએ આશરે બે કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો કેસ નોંધ્યો છે. ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરતાં અંદૃાજે ૧,૧૦૦ કરોડની જ્વેલરી જપ્ત કરી છે. આમ ઝવેરાત જપ્ત કરીને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે.
ડીઆરઆઇની તપાસમાં સામે જાણે આવ્યું છે કે સચિન સેઝમાં કેટલીક પેઢીઓ ઓવર વેલ્યુએશન કરી રહી છે.ડીઆરઆઇને બાતમી મળી હતી કે સચીન સેઝમાંથી વિદૃેશ મોકલવામાં આવતા પાર્સલમાં ગેરરીતિ થઈ રહી છે. તેના આધારે દરોડો પાડીને તેણે ૧૬ જેટલા પાર્સલ અટકાવી દૃીધા હતા. આ પાર્સલોમાં કરોડો પિયાનું ઝવેરાત હોવાનું માલૂમ પડ્યું છે. તેને તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા છે.આના કારણે સેઝના જ્વેલરી એકમોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી છે કે હોંગકોંગથી હીરા મંગાવવામાં આવ્યા હતા. ઝવેરાત ફરીથી બનાવીને વિદૃેશથી નિકાસ કરવાની તૈયારી હતી. આ પ્રક્રિયામાં નિયમોનો ભંગ થયો છે અને કિમતોમાં કઈ રીતે ઓવરવેલ્યુએશન કરવામાં આવ્યું છે તેની તપાસ શ થઈ છે. હીરાની નિકાસ કરતી વખતે આચરવામાં આવતા કૌભાંડની ફરિયાદૃો છેક દિલ્હી સુધી કરવામાં આવતી હોય છે. એક ઉદ્યોગકાર જે હાલમાં એક વેપારી સંસ્થામાં હોદ્દેદૃાર છે તેમણે જણાવ્યું હતું કે પાર્સલ દૃીઠ ૫૦ લાખ પિયા સુધીની ફરિયાદૃો ઉઠી છે .ડીઆરઆઇએ આના પગલે તપાસ સઘન બનાવી છે.