
એલસીબી પોલીસ પેટ્રોિંલગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાનથી દારૂ ભરેલી કાર શહેરના એક વિસ્તારમાં આવી રહી છે. દારૂ લાવનાર અનેદારૂ ઉતારનાર બંને શખ્સો તેના ઘરે હાજર છે, જેને પગલે સ્થળ ઉપર રેડ કરતા દારૂસહિત જેના ઘરે દારૂ ઉતારવામાં આવ્યો હતો તે શખ્સ ઝડપાઈ ગયો હતો. પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોિંલગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ભાવનગર શહેરમાં તરસમિયા રોડ ઉપર શિવસાગર સોસાયટીમાં રહેતા નિલેશ ઉર્ફે ભૂરો બારોટના ઘરે સાંચોર થી કાળા કલરની સ્કોર્પિયો વિદૃેશી દારૂ ભરીને લાવવામાં આવી છે. ત્યાં દારૂ લાવનાર અને નિલેશ બંને હાજર છે. આથી એલસીબી પોલીસે સ્થળ ઉપર રેડ કરતા નિલેશ ઝડપાઈ ગયો હતો અને ત્યાંથી લાખો રૂપિયાનો દારૂ પણ પોલીસના હાથે લાગ્યો હતો. જોકે, દૃા મોકલનાર રાજસ્થાનનો શખ્સ પોલીસ પકડથી દૃૂર છે.
ભાવનગર એલસીબી પોલીસે નિલેશના ઘરે રેડ કરી, ત્યારે પોલીસને નાની-મોટી ૨૧૭૨ જેટલી દૃાની બોટલ અને ૪૦૮ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ ૩,૫૧,૭૬૨ રૂપિયાનો દારૂ કબ્જે લીધો હતો. ત્યારે આ સાથે પોલીસે નિલેશની પૂછપરછ કરી હતી. પોલીસે મોબાઈલ સ્કોર્પિયો કાર સહિત કુલ મુદ્દામાલ ૧૩,૫૬,૭૬૨ નો કબ્જે લીધો છે અને ભરતનગર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર એલસીબી પોલીસ શિવસાગર સોસાયટીમાં રહેતા નિલેશ ઉર્ફે ભૂરો કિશોરભાઈ બારોટને તેના ઘરેથી જ ઝડપી પાડ્યો હતો. જ્યારે રાજસ્થાનના સાંચોર થી દારૂ મોકલનાર અને મૂળ સાંચોરના રહેવાસી બંસી ઉર્ફે સુરેશ બીશ્ર્નોઈને ઝડપવા તજવીજ હાથ ધરી છે. એલસીબી પોલીસે હાલ ભરતનગર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મુદ્દામાલ સોંપીને બંને વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.