દાહોદ,
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.
હોળી, ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી દાહોદ જીલ્લામાં તહેવાર ટાળે કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તેમજ તહેવાર ટાળે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લા પોલીસે દાહોદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી રહી હતી. તે સમયે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપી બાબુભાઈ હકલાભાઈ હઠીલા (રહે. પરથમપુર, ધોળીદાંતી ફળિયું, તા. ઝાલોદ, જી.દાહોદ) નાને ઝડપી પાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.