અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી વૃદ્ધની લાશ મળી

શહેરમાં વૃદ્ધનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો છે. શહેરના જાણીતા મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટના પા‹કગમાંથી વૃદ્ધની લાશ મળી છે. આ અંગેની જાણ થતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતદેહની સ્થિતિ જાતા પ્રાથમિક રીતે વૃદ્ધની હત્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ અંગેની પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટના પા‹કગમાંથી વૃદ્ધની લાશ મળી છે. કાનજીભાઈ નામના વૃદ્ધનો મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયો છે. કાનજીભાઈ અહીં જ રહેતા હતા અને ફ્લેટના વાહનોના વોશિંગનું કામ કરતા હતા. મૃતદેહને જાતા વૃદ્ધના માથાના ભાગમાં ઈજા અને લોહીના નિશાન દેખાઈ રહ્યા છે. મૃતદેહની સ્થિતિ જાતા તો હત્યા થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. જાકે, આ હત્યા, આપઘાત કે આકસ્મિક મૃત્યુ છે તે અંગેની તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી છે.

અમદાવાદના છારોડી ગામમાં રહેતા ૬૫ વર્ષીય મદીનાબાનુ કુરેશી નામના વૃદ્ધાના ઘરની બહાર મોડે સુધી તાળું જાવા મળતા ગ્રામજનોને શંકા ગઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવની આશંકાએ ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સાણંદ જીઆઇડીસી પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારે મદીનાબાનુનો લોહીલુહાણ દેહ મળી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જાતા એસઓજી,એલસીબી અને એફએસએલની ટીમો પણ તાત્કાલિક છારોડી ગામે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અજાણ્યા શખસોએ વૃદ્ધા પર કોઈ બોથડ પદાર્થ વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. એટલું જ નહીં, હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાની આશંકા છે