સરકારી ઈજનેરી કોલેજ, ગોધરાના વિદ્યાર્થીને ISHRAE દ્વારા ૪૫,૦૦૦ રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવી

સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા ના મીકેનિકલ ઈજનેરી વિભાગના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મોક્ષિલ શાહને¡ Indian society of Heating, Refrigerating and Air-conditioning Engineers (ISHR AE) STUDENTS ACTIVITIESટીમ દ્વારા ૪૫,૦૦૦ ‚પિયા રોકડા સ્કોલરશીપ આપવામાં આવી છે. સંસ્થાના મિકેનિકલ વિભાગના પ્રો.હાર્દિક શુક્લના માર્ગદર્શન અને કોડીનેશનમાં સંસ્થામાં ૫ વર્ષ થી વિદ્યાર્થીઓ માટે ISHRAE AHMEDABAD CHAPTER l¡W$m Government Engineering college, Godhra સ્ટુડન્ટ ચેપ્ટર ચલાવવામા આવે છે. આજ સ્ટુડન્ટ ચેપ્ટર અંતર્ગત વિદ્યાર્થીઓને ટેક્નિકલ કવીઝ, હેકાથોન, પ્રોજેક્ટ સ્પર્ધા INNOVATE X, ડિઝાઇન સ્પર્ધા, પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા, ટેક્નિકલ સેમિનાર, વેબિનાર, વિઝીટ વિગેરેમાં વિવિધ સ્થળોએ ભાગ લેવા મળતો હોય છે. પ્રો.હાર્દિક શુક્લ એ જણાવ્યું કે, આ વર્ષે લગભગ ૭૦૦૦ કરતા વિદ્યાર્થી ધરાવતા ISHRAE STUDENTS MEMBERS માં સમગ્ર ભારત માંથી ફક્ત ૧૦ વિદ્યાર્થીઓની વિવિધ પરિમાણોને આધારે પસંદગી થઇ હતી. જેમને ૪૫,૦૦૦ ‚પિયા સ્કોલરશીપ એમના બેન્ક એકાઉન્ટમાં જમા થઇ છે. મોક્ષિલ શાહINNOVATE X WEST ZONE મુંબઈ રનર્સ અપ ૨૦૨૫, અમદાવાદ ચેપ્ટર લેવલ કવીઝ ચેમ્પિયન ૨૦૨૫, અમદાવાદ ચેપ્ટર લેવલ કવીઝ સેક્ધડ રનર્સ અપ ૨૦૨૬,ACREX બેંગ્લોર ૨૦૨૫ACREX મુંબઈ ૨૦૨૬, કોલ્હાપુર ૨૦૨૫ વેસ્ટ ઝોન aQuest QF, નાસિક વેસ્ટ ઝોન aQuest QF 2026, INNOVATE X WEST PUN૨૦૨૬ માં પણ ભાગ લઇ ચુક્યા છે. સંસ્થાના આચાર્ય પ્રો. જે.એચ.પંડિત, ખાતાના વડા પ્રો. આર.આઈ. પટેલ તેમજ સમગ્ર સંસ્થાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મોક્ષિલ શાહને અભિનંદન આપ્યા હતા. પ્રો. હાર્દિક શુક્લ દ્વારા દરેક વર્ષ ૨૦ વિદ્યાર્થીઓની સ્ટુડન્ટ ચેપ્ટર મેમ્બર્સ બનવાની ફી પણ સ્પોન્સર કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં એક જ વિદ્યાર્થીની ઉપરોક્ત સ્કોલરશીપ સ્કીમમાં પસંદગી થઇ છે, જે અમારા માટે ગર્વની વાત છે. સંસ્થાના વિદ્યાર્થીને વિવિધ સેમિનાર, વેબિનાર, વિઝીટ,ટ્રેનિંગ, ઇન્ટર્નશિપ, વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર સ્પોન્સરશીપ સહાય પણISHRAE AHMEDABAD ચેપ્ટરના માધ્યમ થી આપવામાં આવે છે.