
કાલોલ નગરમાં આવેલ નેશનલ હાઇવે ને અડીને જે ગટરો આવેલી છે આ ગટરો ના ઢાકના ન હોવાને કારણે કેટલાય મહિનાઓથી આ ગટરો ખુલ્લી પડી છે અવારનવાર આ ખુલ્લી ગટરોમાં અકસ્માતો ની હારમાળા સર્જાય છે આજરોજ એક બાઈક સવાર રોડ ઉપરથી પસાર થઈ રહયો હતો ત્યારે આ ગટરમાં પડી ગયો હતો જેના કારણે તેને ઈજાઓ થઈ હતી છેલ્લા કેટલાય વખતથી આ ગટર ખુલ્લી હોવાને કારણે અસંખ્ય અકસ્માતો સર્જાયા છે તંત્ર જાને કુંભકરણની નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે આ ગટરોમાં ગંદુ પાણી હોય અને આજુબાજુ ગંદકી નું જાણે સામ્રાજ્ય સ્થાપ્યું હોય તેવું લાગી રહયુ છે આ બાઈક સવારને સ્થાનિક લોકોએ બહાર કાઢયો હતો તેમનું બાઈક પણ ગટરમાં પડ્યું હતું જેને કારણે બાઇક સવારની ઈજાઓ થઈ હતી અને બાઈકને પણ નુકસાન થવા પામ્યું હતું. હાઇવે ઓથોરિટી અથવા નગરપાલિકા આ બાબતે આંખો ખોલે અને વર્ષોથી આ ખુલ્લી ગટરોને ઢાંકવાની તજવીજ કરે તેવી આજુબાજુના દુકાનદારો વાહન ચાલકો અને રાહદારીઓની ઉગ્ર માંગ છે